વૈશ્વિક ચિંતા છતાં ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધશે નહીં!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-11 08:56:07
  • Views : 104
  • Modified Date : 2024-01-11 08:56:07

  રેડ સી તણાવના કારકઅને વિશ્વભરના દેશ પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ ઇંધણનો ભાવ 125 થી 135 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચવાનો ભય વ્યક્ત કરાયો હતો જોકે ભારતની નરેન્દ્ર મોદી સરકારની આ સ્ટ્રેટેજીએ ભારતીયોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલ ઇંધણ મોંઘુ થવાની કોઈ ચિંતા નથી.સરકાર એવી યોજના પર કામ કરી રહી છે જે ભારતને ક્રૂડ ઓઈલની ખરીદીમાં પહેલા કરતા વધુ આત્મનિર્ભર બનાવી શકે છે. વાસ્તવમાં, સરકાર એક વિચાર પર કામ કરી રહી છે કે જ્યાં દરિયાઈ માર્ગે ક્રૂડ વહન કરતા જહાજોને વીમો આપવા માટે દેશમાં એક સંસ્થા અથવા સિસ્ટમની રચના કરી શકાય.વાસ્તવમાં, ક્રૂડના શિપમેન્ટ અંગેના નિયમો કડક છે અને વીમા વિના આવા શિપમેન્ટની મંજૂરી નથી. વીમાની આ પ્રક્રિયા પર ભૌગોલિક રાજકીય તણાવની અસર દેખાઈ રહી છે. તેનાથી નિપટવા માટે સરકાર આ યોજના પર વિચાર કરી રહી છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વિચાર હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે પરંતુ પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે આ દેશોના સર્વિસ પ્રોવાઈડર પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે તેને યોગ્ય પગલું માનવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રારંભિક મૂલ્યાંકન 2 થી 3 મહિનામાં પૂર્ણ થઈ શકે છે ત્યારબાદ એક યોજના તૈયાર કરવામાં આવશે. સરકાર આ માટે બેંકો, નાણાકીય સેવા પ્રદાતાઓ અને વીમા ઉદ્યોગ સાથે વાત કરી રહી છે. અત્યારે એ નક્કી નથી કે આના માટે કેવી રીતે ભંડોળ ઊભું કરવામાં આવશે અને આ સવાલનો જવાબ પણ શોધવામાં આવી રહ્યો છે કે શું ભારતનો શિપિંગ ઉદ્યોગ એટલો મોટો છે કે તેના માટે આવો કોઈ ખાસ કાર્યક્રમ લાવી શકાય.સૂત્રના જણાવ્યા અનુસાર, પહેલા ભારતની અંદર જળમાર્ગો પર ચાલતા જહાજોને આ સંસ્થા દ્વારા વીમા સેવાઓ પૂરી પાડવામાં આવશે, ત્યારબાદ તે ધીમે ધીમે દેશની બહાર દરિયાઈ માર્ગો પર ઓફર કરવામાં આવશે.ભારત રશિયા પાસેથી ખરીદે છે તે તેલ માટે પશ્ચિમી દેશો પાસેથી વીમો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. આ કંપનીઓ તેમની સંબંધિત સરકારોના વલણને અનુસરે છે. યુક્રેન યુદ્ધ પછી સ્થિતિની ગંભીરતા વધી છે કારણ કે ભારતને રશિયા પાસેથી જરૂરી સસ્તું તેલ મળી રહ્યું છે અને ભારતે રશિયા પાસેથી તેની ખરીદી વધારી દીધી છે.જો કે, બીજી તરફ, રશિયાથી આવતા જહાજો માટે વીમા સેવાઓ પર પશ્ચિમી દેશોના નિયંત્રણો અમલમાં આવ્યા. ઓક્ટોબરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશના વીમા ક્ષેત્રે ભારત માટે વિશ્વવ્યાપી પ્રતિબંધોના જોખમને ઘટાડવા અને શિપિંગ કામગીરીમાં વધુ સુધારો કરવા માટે કામ કરવું જોઈએ.

Download Our B K News Today App



Related News