ઇસનપુર તરફના રોડ રીપેરીંગ અંગે અવારનવાર ફરિયાદ છતાં પણ અધિકારી કામગીરી કરતા નથી: વિપક્ષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-08 19:34:21
  • Views : 93
  • Modified Date : 2024-09-08 19:34:21

શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાના રીપેરીંગ અને ખાડા પૂરવાની કામગીરી ઝડપી થાય તેના માટે સૂચના આપવામાં આવી છે. જોકે, શહેરમાં હજી પણ અનેક જગ્યાએ ખાડાઓ પૂરવાની કામગીરી નબળી થઈ રહી છે. શહેરના દાણીલીમડાનાથી ઇસનપુર તરફ જવાનો રોડ છેલ્લા અનેક સમયથી ખરાબ છે. રોડ ઉબડખાબડ એમ જ ખાડા પડી ગયા છે. જે અંગે વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા દક્ષિણ ઝોનના ઇજનેર પ્રેમલ શેઠને આ મામલે જાણ કરી હોવા છતાં પણ રોડ ન બનાવવામાં આવતા તેઓએ મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવી પડી છે.ઇજનેર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં શહેરના દાણીલીમડા વોર્ડમાં આવતા જીતુ ભગત કમ્પાઉન્ડથી ઇસનપુર જવા તરફનો રોડ છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ થઈ ગયો છે. આ રોડ રીપેરીંગ કરવાની રજૂઆત વિપક્ષ નેતા દ્વારા દક્ષિણ ઝોનના એડિશનલ ઇજનેર પ્રેમલ શેઠને વારંવાર કરવા છતાં તેઓ દ્વારા રોડ બનાવવામાં આવ્યો નથી. જો અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાની ફરિયાદ પણ નિકાલ કરી શકતા નથી તો સામાન્ય નાગરિકોની ફરિયાદ ક્યાંથી નિકાલ કરાશે. દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખરાબ છે. ખાસ કરીને લાંભા, દાણીલીમડા, બહેરામપુરા, વટવા સહિતના વિસ્તારોમાં રોડ હજી પણ ખરાબ છે છતાં પણ ઇજનેર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.

Download Our B K News Today App



Related News