વડોદરામાં ઐતિહાસિક માંડવીના પિલર જર્જરિત બનવા છતાં હજુ રીપેરીંગ માટે ઠાગાઠૈયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-12 16:00:25
  • Views : 52
  • Modified Date : 2025-05-12 16:00:25

વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવીના પિલરમાં તિરાડો પડી છે, જે ચિંતાજનક બાબત ગણવામાં આવી રહી છે. હાલ માંડવી નીચે ટેકા માટે લોખંડના ગર્ડર મૂકવામાં આવ્યા છે, તે સિવાય બીજી કોઈ કામગીરી થતી નથી. જોકે ગર્ડર મૂકવાથી ઐતિહાસિક ઇમારતની જે કમાન છે, તેમાં તિરાડો પડવાની શરૂઆત થઈ હતી. જેથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં હવે કમાનોમાં લોખંડની પ્લેટ લગાવવામાં આવી રહી છે. જેના કારણે કમાનમાંથી ખરતા પોપડા અટકાવી શકાય, પરંતુ હેરિટેજ બિલ્ડીંગનું નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જે કામ શરૂ થવું જોઈએ તે હજુ થયું નથી.

Download Our B K News Today App



Related News