દ્વારકાધીશ મંદિરની બાજુના મુખ્ય બજારમાં ભયાવહ આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 18:04:48
  • Views : 95
  • Modified Date : 2023-06-13 18:04:48

એક તરફ રાજ્યમાં બિપોરજોય વાવાઝાડાનો સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે દ્વારકાના દરિયા કિનારે વાવાઝોડાની અસર  વર્તાઈ રહી છે અને જ્યાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દ્વારકાધીશ મંદિરની બાજુની મુખ્ય બજારમાં આગ લાગી છે. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરની બાજુમાં મુખ્ય બજારની બે દુકાનમાં આગ લાગતા ધોડધામ મચી છે, વિગતો મુજબ હેન્ડીક્રાફ્ટ અને ફૂટવેરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામનો માહોલ સર્જાયો હતો. જે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ટીમ દોડતી થઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી. 

Download Our B K News Today App



Related News