ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય દેખાશે તો જ દેશની સમૃદ્ધિ દેખાશે ઃ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:51:44
  • Views : 342
  • Modified Date : 2020-08-29 11:51:44

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાના પ્રચાર અને પ્રસાર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે, ખેડુતોના ચહેરા પર હાસ્ય હશે, તો જ દેશની પ્રગતિ દેખાશે. તેથી રાજ્ય સરકારે ખેડૂતોની મુશ્કેલીઓ-સમસ્યાઓ અને પ્રશ્નોની ચિંતા કરીને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડા કમોસમી વરસાદમાં થયેલ નુકસાનમાં સહાય મળે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે. જેનો પ્રચાર પ્રસાર અંતરિયાળ અને છેવાડાના ખેડૂતો સુધી થાય અને કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત લાભથી વંચિત રહી ન જાય તેવા પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે. અગાઉની સરકાર વખતે પાક વીમા યોજનાનો લાભ પ્રીમિયમ ભરાઈ અને વીમા કંપનીઓના વારંવાર ધક્કા ખાવા પછી જ મળ્યો હતો. જ્યારે આ મુખ્યમંત્રી સહાય યોજનાનો લાભ વગર પ્રીમિયમ એ કુદરતી આફતોમાં નુકસાન થયેલ તમામ ખેડુતોને લાભ મળવાનો છે. અગાઉની સરકારોમાં વીજળી રાત્રે આપવામાં આવતી હતી એટલે ખેડૂતોને ઉજાગરા કરવા પડતા હતા.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત સમજ ખેડૂતોને આપી હતી.  આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ મંત્રીને પુષ્પગચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીના વરદ હસ્તે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ૧૬ જેટલા લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. જેમાં મુબારકપુરાના પટેલ મહેન્દ્રભાઈ નારણભાઈને
રૂપિયા ૭.૫૦ લાખ, શ્રી રૂપાલ સેવા સહકારી મંડળી લિમિટેડને રૂપિયા ૭.૫૦ લાખ, ધી ઇસનપુર સેવા સહકારી મંડળીને રૂપિયા ૭.૫૦ લાખ, નવા
ધરમપુરના રાણા કરણસિંહ પોપટસિંહને સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીપ માટે રૂપિયા ૨૪,૧૫૩,  મુબારક પુરાના પટેલ અલકાબેનને લેસર લેન્ડ લેવલર માટે રૂપિયા ૧,૫૫,૨૯૩, કોલવડાના વાઘેલા દિલીપસિંહ વનરાજીને રોટાવેટર માટે
રૂપિયા ૩૩, ૩૯૪,  પેથાપુરના વાઘેલા મહિપતસિંહ ભગતસિંહને રોટાવેટર માટે રૂપિયા ૪૪,૮૦૦,  અંબાપુરના પટેલ વિક્રમભાઈ વિઠ્ઠલભાઈને ટ્રેક્ટર માટે રૂ ૪૫,૦૦૦,  કલોલના નવા ગામના ગુર્જર સુરેશભાઈ અંબાલાલને ટ્રેક્ટર માટે રૂપિયા ૪૫ હજાર,
પલીયેડના પટેલ નટવર કાલિદાસને પાવર થ્રેસર માટે રૂપિયા ૨૫,૦૦૦, માણસાના સમૌ ગામના ચૌધરી ગાંડાભાઇ ભીખાભાઇને રોટાવેટર માટે રૂપિયા ૪૨ હજાર,  જામળા ગામના પટેલ મુકેશભાઇ માધાભાઇને રોટાવેટર માટે રૂપિયા ૩૫ હજાર, ખડાતના રાઠોડ
રૂપસિંહ લાલસિંહને રીપર માટે
રૂપિયા ૫૮,૯૮૩/-  પંધુરાના
પટેલ બળદેવભાઇ  મથુરદાસને ટ્રેકટર માટે રૂપિયા ૪૫ હજાર, બાપુપુરાના ચૌધરી ડાહ્યાભાઇ કેશાભાઇને ટ્રેકટર માટે રૂપિયા ૪૫ હજાર અને ગાંધીનગર તાલુકાના સોનારડાના ગિરીશભાઇ અંબાલાલ પટેલને પાક મૂલ્યવર્ધન માટે યુનિટ સ્થાપવા રૂપિયા ૧૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શંભુજી ઠાકોર, ભાજપાના રાજકીય સભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેકટર ડો. કુલદીપ, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News