દોલારાણા વાસણા અને ચેખલારાણી રોડ વચ્ચે દેશીદારૂની પોટલીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:12:48
  • Views : 324
  • Modified Date : 2021-02-07 12:12:48

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી છુપી રીતે દારૂનુ વેચાણ ચાલતુ હોય છે. ત્યારે ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણાથી ચેખલારાણી તરફ જતા રલડ ઉપર દેશીદારૂનુ સેવન થતુ હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. રોડ ઉપર જાેવા મળેલી દેશી દારૂની ખાલી થેલીઓના કારણે ગ્રામજનોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીના નગર પાસેના ગામમાં આ પ્રકારના દ્રશ્યો જાેવા મળતા પોલ ખુલી રહી છે.
ગાંધીનગર તાલકાના નદી કિનારે આવેલા ગામડામાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના સમાચાર મળતા હોય છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં પણ આવતી હોય છે. તેવા સમયે દોલારાણા વાસણા ગામથી ચેખલારાણી તરફ જતા રોડ ઉપર મોટા પ્રમાણમાં દેશીદારૂની ખાલી થેલીઓ જાેવા મળતા ગ્રામજનોમા રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસ
પાસે આશા રાખી રહ્યા છેકે, યુવાનોને દેશીદારૂના રવાડે ચડતા બચાવવા કાર્યવાહી કરવામા આવે. જાે દેશીદારૂના વેપલાને બંધ કરવામાં નહિ આવે તો જાગૃત ગ્રામજનો આ બાબતે આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામા આવી છે.

Download Our B K News Today App



Related News