ધારેવાડા ચેકપોસ્ટ પરથી દેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:29:50
  • Views : 413
  • Modified Date : 2019-09-27 11:29:50

વડગામ તાલુકાના ધારેવાડા ચેકપોસ્ટ ઉપર છાપી પોલીસની વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન સિધ્ધપુર બાજુથી આવી રહેલી એક સ્વીફટ ડીઝાયર ગાડીનો નંબર જીજે ૨૩ એએફ ૯૯૩૨ રોડ ઉપર ઉભી રખાવી તેની અંદર તપાસ કરતા ગાડીમાંથી દેશી દારૂ ભરેલ કટ્ટા નંગ-૧૩ પ્લાÂસ્ટકના ફુગ્ગા નંગ-૧૫૬ તેમજ દેશી દારૂ લીટર ૪૬૮ જેની કિંમત રૂ. ૯૩૬૦ તથા ગાડીની કિંમત ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) તેમજ એક ઈસમ મોહબ્બતસિંહ ધનાજી ઠાકોર રહે. વાઘણા, તા.
સિધ્ધપુરવાળાને પકડી જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.  આગામી
વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને બ.કાં. એસ.પી. અજીત રાજયાણના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ પી.એસ.આઈ. આઈ.એચ. હિગોરા. એ.એસ.આઈ. ગણપતભાઈ, ભરતજી વગેરે સ્ટાફના માણસો ચેકિંગમાં હતા. તે દરમિયાન આ ગાડીમાંથી દારૂ ઝડપાતા નવા આવેલા પી.એસ.આઈ.એ દારૂની હેરાફેરી કરનારા ઈસમને દબોચી દીધો હતો.


Download Our B K News Today App



Related News