રાજસ્થાનના છ શખ્સોની સંડોવણી બહાર આવી ગેરકાયદેસર ડીઝલ અને સ્પેરપાર્ટસના કૌભાંડનો પર્દાફાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:26:31
  • Views : 485
  • Modified Date : 2020-07-29 11:26:31

બનાસકાંઠા જિલ્લાની ભીલડી પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન બે ટ્રક અને એક કારમાંથી કુલ રૂ. ૯.૪૫ લાખના બિલ વગરના ડીઝલ ભરેલા ડ્રમ તેમજ પાસ પરમીટ વગરના સબમર્શિબલના
સ્પેરપાર્ટસનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
એક તરફ કોરોના વાયરસની મહામારીથી લોકો કંટાળી ગયા છે.અને લોકો પાસે ધંધા-રોજગાર પણ ઓછા થઈ ગયા છે. ત્યારે આવા સમયે લોકોને સૌથી વધુ જરૂરિયાત ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોની હોય છે. ત્યારે સતત વિશ્વમાં મંદીના કારણે બહારના દેશો દ્વારા ભારતમાં આયાત થતા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે અનેક લોકો ડીઝલ અને પેટ્રોલનું કાળા બજાર કરી પૈસા કમાઈ રહ્યા છે. પરંતુ અવાર-નવાર પોલીસને મળતી બાતમીના કારણે
ગેરકાયદેસર રીતે વેચાળ કરતા ડીઝલ અને પેટ્રોલના વેપારીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે સરહદી રેન્જ ભુજના આઈજીપી સુભાષ ત્રિવેદી, બનાસકાંઠા જિલ્લા
પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી. એચ. ચૌધરીએ શિહોરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલ્કત સબંધી ગુનાઓ બની રહ્યા છે.જે ગુનાઓ બનતા અટકાવવા માટે ભીલડી
પોલીસનો સ્ટાફ નાઇટ
પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન  મુડેઠા ગામના ઓવર બ્રીજની નીચે આવતા અરણીવાડા તરફના રોડ તરફથી એક ફોર્ડ ફીગો ગાડી નં. આર.જે. ૨૧ સી.એ. -૮૩૪૧ તથા એક ટ્રક નં. આર.જે. ૧૯ જી.એફ. ૧૦૩૧ને ઉભી રાખવી તલાશી લેવામાં આવી હતી. જ્યાં તલાશી દરમ્યાન આ બંને ગાડીમાં ગેરકાયદેસર રીતે  ડીઝલ ભરેલા ૨૮ નંગ ડ્રમ તથા સબર્મીસબલ મોટર પંપના અલગ- અલગ સાઇઝના
 સ્પેરપાર્ટ્‌સ મળી આવ્યા હતા. જે અલગ -અલગ બીલ વગરનો મુદ્દામાલ રૂ. ૯,૪૫,૧૩૬/-નો મળી આવતાં એક ફોર વ્હિલ ગાડી તથા ટ્રકમાં સવાર છ શખ્સોને ઝડપી ભીલડી પોલીસે આ તમામ  મુદામાલ બીલ વગરનો હોવાથી મુદામાલનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News