ગાંધીનગર જિલ્લાકક્ષાનો અમૃત મહોત્સવ લોદરા ખાતે યોજાયો દેશભક્તોના બલિદાન બાદ મહામૂલી આઝાદી મળી છે ઃ શંભુજી ઠાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:30:33
  • Views : 267
  • Modified Date : 2021-03-13 11:30:33

આઝાદીના ૭૫ વર્ષે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત ભરમાં અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન થયું છે, જે ૭૫ અઠવાડિયા સુધી ચાલશે. આ અમૃત મહોત્સવનો પ્રારંભ ગુજરાતની પૂજ્ય
બાપુની પવિત્ર ભૂમિ સાબરમતી આશ્રમથી થયો છે. જેના ભાગરૂપે સમગ્ર રાજયમાં આ ઉજવણી થઇ રહી છે. ગાંધીનગર જિલ્લામાં  સ્વાધિનતા સંગ્રામમાં માણસા સત્યાગ્રહ થયો હતો અને લોદરા શહીદોના બલિદાનની ભૂમિ હોઇ જિલ્લા કક્ષાના  અમૃત મહોત્સવનો ધારાસભ્ય શંભુજી ઠાકોરની અધ્યક્ષતામાં  પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું કે, આઝાદી સંગ્રામમાં આપણું ગુજરાત અગ્રેસર રહ્યું છે. આઝાદી મેળવવા અનેક દેશ ભકતોએ બલિદાન આપ્યા છે. ત્યારે આ મહામૂલિ આઝાદી મળી છે. તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે.
ગાંધીજીએ અહિંસક લડાઇથી સાબરમતી આશ્રમને સમગ્ર સ્વાધિનતા સંગ્રામની ચળવળનું કેન્દ્ર બિન્દુ બનાવ્યું હતું.આપણા ગુજરાતના સપૂત અને સ્વપ્ન દૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના ૭૫માં વર્ષે અમૃત મહોત્સવ ઉજવીને શહિદોને યાદ કરવા તેમના જીવન પ્રસંગો  અને બહાદુરી તેમજ ખુમારીથી આઝાદીની લડતમાં ખૂપી જનારાનોને શ્રધ્ધાંજલિ આપી નવી પેઢીમાં સત્ય-અહીંસા-પ્રેમ અને કરુણાના ગુણોનું સિંચન થાય, દેશભિકત અને દેશ દાઝ પેદા થાય તે માટે ગાંધીજીએ શરુ કરેલ દાંડીયાત્રા ૧૨માર્ચથી અમૃત મહોત્સવનો પ્રારંભ પણ સાબરમતી આશ્રમથી જ કરાવ્યો છે.
રાષ્ટ્રભરમાં ૧૮૫૭થી સ્વાધિનતા સગ્રામમાં જીવન સમર્પિત કરનાર વીરોને યાદ કરવામાં આવશે.જેમાં વ્યકિતગત સ્વાર્થ અને પક્ષા-
પક્ષીને બાજુએ મુકી ગાંમડા અને ગરીબોના ઉત્થાન માટે આત્મ ર્નિભર બનાવવા આગળ આવીએ. આ પ્રસંગે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચેરમેન હર્ષદભાઇ શાહે જણાવ્યું કે,પૂજય બાપુએ અહિંસક લોક સંગઠન અને લોકજાગૃતીથી સમગ્ર ભારતને એક તાંતણે બાંધ્યું હતું અને એક જુથ બની અંગ્રેજ સરકારને ભારત છોડવા મજબૂર કરી હતી.આપણા વડાપ્રધાન ગાંધીજીના મૂલ્યો આધારિત ભારતને આત્મ ર્નિભર બનાવીને વિશ્વ ગુરુ બનાવા જઇ રહ્યા છે. ત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીના બાળકો તપોવન કેન્દ્રમાં
ગર્ભસંસ્કારથી જ બાળક તેજસ્વી બને અને તેજસ્વી ભારત બને તેવા પ્રકલ્પો થઇ રહ્યાં છે.

Download Our B K News Today App



Related News