નાસતા ફરતા આરોપીઓને ઝડપી પડતી ડીસા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:25:00
  • Views : 397
  • Modified Date : 2022-10-07 12:25:00

       ડીસા રૂરલ પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૧૯૫૦૧૯૨૨૦૨૯૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૬(૨),૪૩૬, મુજબના કામે સી.આર.પી.સી કલમ-૭૦ મુજબના આરોપીને ઝડપી પડ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ વિધાનસભા સામાન્ય ચુંટણીને ધ્યાનમાં રાખી નાસતા-ફરતાં આરોપીઓને પકડવા સારૂ કડક સુચના આપી હતી.ડીસા રૂરલ પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૧૯૫૦૧૯૨૨૦૨૯૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૨૩, ૫૦૬ (૨), ૪૩૬, મુજબના કામે હકીકત એવી છે કે તે એવી રીતે કેતા-૨૦/૦૪/૨૦૨૨ કઃ૨૦/૦૦ ના સુમારે ફરીયાદી બેનને આ કામના તહોમતદાર રમેશભાઇ રૂપાભાઇ રહે.ધનાવાડા તા.ડીસા વાળાએ ગડદા પાટુનો માર મારી ઘરેથી કાઠી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી બેનના રહેણાંક ઘરમાં આગ લાગવી ઘરની અંદર પડેલ ઘર વખરીનો સર-સામાન  બાળી નુકશાન કરી નાસી જઇ ગુનો કરેલ હતો. અને આરોપી ગુનો કરી નાસતા-ફરતા હતા. જેની ડીસા કોર્ટ સી.આર.પી.સી કલમ-૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોઇ જે ગુનાના કામના આરોપીને આજરોજ પકડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

Download Our B K News Today App



Related News