માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 11:07:19
  • Views : 301
  • Modified Date : 2021-03-08 11:07:19

થરાદના આંતરોલ ગામની દિકરી અને  ધારપુર મેડિકલ કોલેજની કોરોના વોરિયર્સ માતા ર૩ માસના બાળકને ઘરે છોડી ફરજ બજાવતી હતી અને પતિ પણ જમ્મુ કાશ્મીરમાં માં ભોમની રક્ષા કરી રહ્યા હતા.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને મ્હાત આપવા માટે આરોગ્ય, પોલીસ, સફાઈકર્મીઓ
પોતાના જીવના જાેખમે ફરજ બજાવી રહ્યા હતા. જેમાં નાના બાળકોની એવી પણ માતાઓ છે કે જેઓ બાળક પ્રત્યેની મમતાને બદલે દેશ પ્રેમને વધારે મહત્વ આપી રહી હતી. માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી રહ્યો છે. જેનું ઉદાહરણ તળસીબેન ચૌધરી પૂરૂ પાડ્યું હતંુ. જેમાં ધારપુર મેડિકલ કોલેજની કોરોના વોરિયર્સ માતા પોતાના ર૩ માસના બાળક્ને ઘરે છોડી ફરજ બજાવી હતી. જ્યારે તેણીના
પતિ પણ જમ્મુ કાશ્મીરમાં માં ભોમની રક્ષા કરી રહ્યા હતા.
થરાદ તાલુકાના એક નાનકડા એવા આંતરોલ ગામની થરાદ તાલુકાના
આંતરોલ ગામના વિરાભાઇ ચૌધરીની દિકરી તળસીબેનના લગ્ન થરાદ તાલુકાના
અજાપુરા ગામના સેંધાભાઇ લાખાભાઇ જાેડે થયા હતા. અને બંન્નેના સંતાનમાં એકમાત્ર ૨૩ માસનો દિકરો હર્ષિત છે. તળસીબેનને ચાર વર્ષ અગાઉ પાટણની ધારપુર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે નર્સિગમાં નોકરી મળી હતી. જ્યારે તેમના પતિ પણ હાલમાં જમ્મુ કાસ્મીર ખાતે ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીમાં આ બંન્ને પતિ પત્ની દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે. તળસીબેન  ધારપુર ખાતે કોવીડ-૧૯ માં ફરજ બજાવે છે. અને તેમના ૨૩ માસના
પુત્રને પોતાની સાસુ પાસે દુર મુકવામાં આવ્યો હતો. તે વખતે તેઓ બંન્ને પોતાના દિકરાને વીડિયો કોલ દ્વારા જ વાત કરી રહ્યા હતા. ખરેખર માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી ગયો હતો.

Download Our B K News Today App



Related News