પાર્લામેન્ટની કૃષિ વિષયક બાબતોની સ્ટેન્ડિંગ કમિટિ બનાસ ડેરીની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 11:32:44
  • Views : 633
  • Modified Date : 2020-01-22 11:32:44

પાર્લામેન્ટની કૃષિ વિષયક બાબતોની સ્થાયી સમિતી કે જેમાં લોકસભાના ૧૧ અને રાજ્યસભાના ૩ સભ્યોનો સમાવેશ હતો. તેમણે તેમના રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની મુલાકાત લીધી હતી. કમિટિએ મેરવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, બનાસ ડેરીનો મધપ્રોજેક્ટ અને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈને બનાસ ડેરીએ દૂધના વ્યવસાયની સાથે શરૂ કરેલા નવા વ્યવસાયોની પણ રસપ્રદ જાણકારી મેળવીને સમગ્ર દેશમાં આ પ્રકારે ખેડૂતો અને પશુપાલકોની  આવક વધે તે માટે બનાસ ડેરીના ઉદાહરણીય પ્રયાસોની સરાહના કરી હતી.
કમિટિના ચેરમેન અને સંસદ સભ્ય
પી.સી.ગડ્ડીગોદરના નેતૃત્વમાં ૧૪ સભ્યોની ટીમે બનાસ ડેરીની મુલાકાત દરમિયાન ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે સંવાદ કરીને બનાસડેરીની વિવિધ ખેડૂત ઉપયોગી સેવાઓની પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, કૃષિ વિભાગના અગ્ર સચિવ પૂનમચંદ પરમાર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારીગણ સહિત બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News