ડીસા તાલુકાના લુણપુર ગામે ઉપ સરપંચની બિનહરીફ વરણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-31 13:52:39
  • Views : 341
  • Modified Date : 2022-01-31 13:52:39

 

આજરોજ ડીસા તાલુકાના લુણપુર ગામે ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આ વર્ષે અનેક નવા ચહેરાઓ ગ્રામજનોએ પોતાના ગામના વિકાસ માટે વિજેતા બનાવ્યા છે તો બીજી તરફ હવે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી યોજાયા બાદ આજથી ડીસા તાલુકાના તેને અનેક ગામોમાં ઉપ સરપંચની ચૂંટણીઓ રસાકશી ભરી યોજાઈ રહી છેજેમાં અત્યાર સુધી અનેક ગામમાં વિજેતા બનેલા  સભ્યો દ્વારા ઉપ સરપંચની વરણી ગામના વિકાસ માટે બિનહરીફ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના લુણપુર ગામે પણ ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં સર્વાનુમતે લુણપુર ગામના અમરત સિંહ જી સોલંકી  બિનહરીફ વરણી થયા હતા. લુણપુર ગામના અમરતસિંહ ચંદુજી સોલંકી બિનહરીફ ઉપ સરપંચ  બનતા ગ્રામજનોએ અને તેમના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં લુણપુર ગામનો વધુમાં વધુ વિકાસ થાય અને દરેક સમાજના લોકોનું કામ થાય તે માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.આ ચૂંટણીમાં લુણપુર ગામના સરપંચ પ્રહલાદજી સાલજી સોલંકી અને ડેપ્યુટી અમરત સિંહ ચંદુજી સોલંકી   અને તલાટી કમ મંત્રી ભાવનાબેન અને સોલંકી રૂપસિંગ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા  કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહી નવા બનેલા ઉપ સરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી...

Download Our B K News Today App



Related News