ડીસા તાલુકાના ઢુંવા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા વિનાબેન ઠાકોર બન્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-29 12:00:42
  • Views : 299
  • Modified Date : 2022-01-29 12:00:42

આજરોજ ડીસા તાલુકાના ઢુંવા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આ વર્ષે અનેક નવા ચહેરાઓ ગ્રામજનોએ પોતાના ગામના વિકાસ માટે વિજેતા બનાવ્યા છે તો બીજી તરફ હવે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી યોજાયા બાદ આજથી ડીસા તાલુકાના તેને અનેક ગામોમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી ઓ શરૂ થઈ છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ઢુંવા ગામે પણ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ઢુંવા ગામના વિનાબેન ઠાકોર  બિનહરીફ વરણી થયા હતા.ઢુંવા ગામના વિનાબેન બિનહરીફ ડેપ્યુટી સરપંચ બનતા ગ્રામજનોએ અને તેમના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં ઢુંવા ગામનો વધુમાં વધુ વિકાસ થાય અને દરેક સમાજના લોકોનું કામ થાય તે માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.આ ચૂંટણીમાં ઢુંવા ગામના સરપંચ શાંતિબેન ગલાબજી તેમજ તલાટી  મિતુબા રાઠોડ, ગલાબજી તાલુકા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News