કાંકરેજનાં ખીમાણામાં દિપડો દેખાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:46:36
  • Views : 227
  • Modified Date : 2021-03-19 11:46:36

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે ગત બુધવારની મોડી સાંજે પબાપુરા વિસ્તાર તરફ
દિપડાએ દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા
પામ્યો હતો. જાેકે ખીમાણામાં દિપડો આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ખીમાણા પંથકમાં ભારે ભય છવાઈ જવા પામ્યો હતો. આ બાબતે ગામનાં જાગૃત સરપંચ શંભુજી ફતુજી પરમારે તાલુકાનાં વનવિભાગને જાણ કરતાં તાલુકાનું વનવિભાગ તાબડતોબ ખીમાણા ગામે આવી પહોંચ્યું હતું અને દિપડાનાં પંજાના નિશાનનાં આધારે તપાસ હાથ ધરી હતી. પરંતુ રાત્રીના અંધકારમાં દિપડો શોધવામાં સફળતાં નહી મળતાં વનવિભાગની ટીમે ગુરૂવારની વહેલી સવારે ખીમાણાનાં
પબાપુરાથી દિપડાનાં પંજાના નિશાનનાં પગલે તપાસ કરતાં દિપડો પબાપુરાથી ખેતર વિસ્તારમાં થઇ મોતીપુરા વિસ્તાર તરફ થઇ દિયોદરનાં જસાલી તરફ ગયો હોવાનું
પગેરૂ જાણવાં મળ્યું હતું. જાેકે વનવિભાગની ટીમે આટલેથી આગળની તપાસ સમેટી લેતાં આગળની વધુ કોઈ હકિકત જાણવાં મળેલ નથી. પરંતુ
દિપડો આવ્યો હોવાનાં સમાચારનાં પગલે હાલમાં  કાંકરેજનાં
નવાપુરા, મોતીપુરા, રામપુરા, તેમજ દિયોદરનાં જસાલી, સરદારપુરા, સોની વગેરે ગામોની પ્રજા સહિત પશુપાલકો અને ખેડૂત આલમમાં ભારે ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News