લાંબા વિરામ બાદ દિયોદર પંથકમાં વરસાદની એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:20:43
  • Views : 433
  • Modified Date : 2019-07-30 12:20:43

રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ઉણપ હતી. ત્યારે ગત રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત દિયોદર પંથકમાં જોરદાર વરસાદ થતાં ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જ્યારે દિયોદર પંથકના વખા, ગોળીયા અને વડાણા ગામની પ્રાથમિક શાળાઓમાં પાણી ઘૂસી ગયા હતા અને બાળકોને અભ્યયાસમાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્‌યો હતો.
દિયોદર પંથકમાં સર્વત્ર વરસાદના કારણે ખેતરોમાં અને નિચલા વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો હતો. તેમજ દિયોદર શહેરમાં પોલીસ સ્ટેશન વિસ્તાર, શાળા નં. ૨ સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા છતાં લોકોમાં વરસાદના કારણે આનંદની લાગણીઓ છવાઈ હતી. દિવસે પણ મોડે સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આમ લાંબા ઈંતજાર બાદ વરસાદનું આગમનએ ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય.

Download Our B K News Today App



Related News