થરાદની ખાનગી હોસ્પિટલની બે કાળજીથી ડેન્ગ્યુનો વાયરલ ફેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 11:38:22
  • Views : 443
  • Modified Date : 2019-10-24 11:38:22

થરાદ-વાવ તાલુકામાં ડેન્ગ્યુ એટલો બધો સંપડાયો છે કે થરાદની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. તેમજ થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલો જે દરેક સોસાયટીના નાકા ઉપર જ આવેલી છે. તેમજ હોસ્પિટલના લોકો કચરો, ટેસ્ટ દવાઓ તેમજ કોઈ કાળજી ન રાખતા હોવાથી હોસ્પિટલની આગળથી પસાર થતાં લોકો વાયરલના ભોગ બન્યા છે. તેમજ ડેન્ગ્યુ વાયરલ આવવાથી ખાનગી હોસ્પિટલો પોતાના ખિસ્સા ભરે છે. તેમજ એક સપ્તાહમાં ૭૦ થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.
જેમાં થરાદની ધરતી
હોસ્પિટલમાં ર૦ કેસો નોંધાવા પામ્યા હતા. તેમજ ડેન્ગ્યુના મચ્છરોના ડંખનો ભોગ બનતાં થરાદ શહેરની સરકારી
હોસ્પિટલ અમે ખાનગી  દવાખાના દર્દીઓથી ભરાઈ ગયા છે. આ બાબતે આરોગ્ય વિભાગ  ઘોર નિદ્રામાં જાવા મળ્યું છે. તેમજ દવાઓનો છંટકાવ કરવો, ઘરે-ઘરે તપાસ કરવી, ડેન્ગ્યુની ટીમ બનાવવી આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ આરોગ્ય તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.એચ.વી. જેપાલને ફોન કરતાં જાણવા મળ્યું કે વરસાદ થવાથી ડેન્ગ્યુ આવ્યો છે. પરંતુ તે વાયરલ છે. તેમજ અમારી ટીમ કામ કરી રહી છે.  


Download Our B K News Today App



Related News