કાંકરેજ તાલુકો ડેન્ગ્યુના ભરડામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:15:22
  • Views : 456
  • Modified Date : 2019-09-26 11:15:22

ગુજરાતમાં ડેન્ગ્યુના
આતંકના સમાચાર છાપામાં લોકો વાંચી સાવચેતી રાખતા હતા પણ બનાસકાંઠાના પાલનપુર પછી કાંકરેજ
તાલુકાના થરા, વડા, નાના જામપુર, રાજપુર, ઉણ, ભદ્રેવાડી સહિત આજુબાજુ ગામડા ખેત વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૨૦ થી વધુ કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હોવા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હજુ સર્વેની વાતો કરી વાતને ટાળવા પ્રયત્ન કરે છે. જા ડેન્ગ્યુના કેસો સરકારી ડોક્ટરોના અભિપ્રાય મુજબ ના હોય તો ખાનગી હોસ્પટલના ડોકટરો અને લેબોરેટરીઓ અભણ ગ્રામ્ય પ્રજાને લૂંટી રહ્યા છે.
સ્વાસ્થ્ય-શિક્ષણમાં બહુ સજાગ ગુજરાત સરકાર કાંકરેજ તાલુકાની પ્રજા ડેન્ગ્યુ-વાયરલ ફીવરના ભરડામાં ફસાઈ છે. ત્યારે આરોગ્ય ખાતાને જગાડશે ખરું ? ખાનગી દવાખાના અને લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ
તાલુકાના થરા પાલિકા વિસ્તારમાં પાંચ, વડા ગામ તથા ખેત વિસ્તારમાં દસથી વધુ, ભદ્રેવાડીમાં ૦૧ નાના
જામપુર-રામપુર, ઉણ તેમજ અન્ય વિસ્તારો ડેન્ગ્યુનાદર્દમાં પીડાઈને ખાનગી દવાખાનાઓમાં લૂંટાઈ રહ્યા છે. ઊંટવૈદોની હાટડીઓ કાંકરેજ તાલુકામાં આરોગ્ય ખાતાની રહેમ નજર હેઠળ ધમધોકાર ચાલે છે. ત્યારે જિલ્લા આરોગ્ય ટીમ કાંકરેજ તાલુકાના થરા-વડા સહિત ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ લોકોને ખાનગી હોસ્પટલમાં લેબોરેટરીથી લૂંટાતા બચાવી રોગચાળો ભયંકર આતંક મચાવે તે પહેલાં કડકાઈ બતાવશે ખરું કે પછી વિકાસકામોની વણઝારને ઉત્સવોની ઉજવણીમાં લોકો રોગચાળાથી મરશે. 

Download Our B K News Today App



Related News