પાટણમાં ૧૫ દિવસમાં ડેન્ગ્યુના સાત કેસ નોંધાતા ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:16:56
  • Views : 391
  • Modified Date : 2019-09-27 11:16:56

પાટણ જિલ્લામાં ચોમાસામાં પડેલા વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુની બીમારી ફલાઈ રહી છે. છેલ્લાં પંદર દિવસમાં પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારમાંથી આરોગ્ય તંત્રને ડેન્ગ્યુ
પોઝિટિવના ૭ કેસ મળી આવ્યા છે. મચ્છરો નિયંત્રણ કરવામાં આરોગ્ય તંત્ર વામણું પુરવાર થઇ રહ્યુ છે, સાથે મેલેરિયાની બીમારી પણ માથું ઉચકી રહી છે,  જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પાટણ શહેરના બે બાળક બે બાળકીઓ અને એક યુવક ડેન્ગ્યુના ઝપટમાં આવ્યા છે.  ઉપરાંત વામૈયા અને ધારપુર ઇંટ ભઠ્ઠા પર રહેતો એક યુવક આ બીમારીમાં સંપડાયો હતો. છેલ્લાં ત્રણ માસમાં ૬૭ લોકો મેલેરિયાના ભરડામાં સપડાયા છે. અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ ૧૦૪ કેસ તંત્રને મળ્યા છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા તંત્ર દ્વારા ૧૫૦૦ જેટલા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સર્વેલન્સ
પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News