ધાનેરા તાલુકો ડેન્ગ્યુ ફીવરના ભરડામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-12 11:14:58
  • Views : 366
  • Modified Date : 2019-10-12 11:14:58

ધાનેરા તાલુકામાં છેલ્લાં બે મહિનાથી તાવના કેસ વધુ જોવા મળી રહ્યા હતા અને જેના કારણે ધાનેરાના તમામ દવાખાનાઓ હાઉસફુલ હતા. પરંતુ છેલ્લાં ૨૦ દિવસમાં ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુના  તાવે ઉપાડો લીધો છે અને જ્યાં દેખો ત્યાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લાં ૨૦ દિવસમાં ધાનેરાની લેબોરેટરીઓના અહેવાલ પ્રમાણે ૨૦૦ કરતા પણ વધારે ડેન્ગ્યુના પોઝીટીવ કેસ જોવા મળ્યા છે. જેથી આ બાબતે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યુ છે.
આ વર્ષે બીમારીઓનું પ્રમાણ વધતા દવાખાનાઓ સતત છેલ્લાં બે મહિનાથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. જેમાં ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લાં બે મહિનામાં  તાલુકાભરમાંથી ૫૦%થી વધારે લોકો બીમાર
પડી ચુક્યા છે અને છેલ્લાં એક મહિનાથી ડેન્ગ્યુનો કહેર વધવા લાગ્યો છે. ડેન્ગ્યુ તાવ મેલેરીયાની જેમ જ મચ્છરથી ફેલાતો રોગ છે અને ચોમાસામાં અને ઉનાળામાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક સૂક્ષ્મ જીવાણુ જેને ડેન્ગ્યુ વાયરસ નામના જંતુ કહે છે તેનાથી થાય છે અને તેના ચાર પ્રકાર જોવા મળે છે. જેથી ધાનેરા તાલુકામાં છેલ્લાં ૨૦ દિવસમાં ૨૦૦ કરતા પણ વધારે ડેન્ગ્યુના પોજીટીવ કેસ બહાર આવ્યા હોવાનું ધાનેરામાં આવેલ લેબોરેટરીઓના અહેવાલથી જાણવા મળ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા જણાવેલ તે મુજબ ૩૫ જેટલા “પોજેટીવ કેસ બહાર આવ્યા છે અને તેમાં એક યુવતિનું મોત નિપજ્યુ છે. જેથી ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીએ પોતાના તમામ સ્ટાફને આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવાના આદેશ આપી દીધા છે. તેમજ તેઓ પણ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લઇને આવા દર્દીઓ દેખાય તો તેમને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવા માટે તેમજ તેમના રીપોર્ટ કરવા માટે પણ આદેશ કર્યો છે. જ્યારે ધાનેરાની તમામ હોÂસ્પટલો તેમજ
લેબોરેટરીઓમાં પણ આ બાબતે જાણ કરવામાં આવી છે કે કોઇ ડેન્ગ્યુનો પોજીટીવ કેસ જોવા મળે તો ધાનેરા આરોગ્ય વિભાગને જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ધાનેરાની સરકારી હોÂસ્પટલમાં જ ગુરૂવારે ચાર કેસ પોજીટીવ આવ્યા હતા. જેથી તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News