થરામાં મોંધવારી મુદે જનચેતના આંદોલન દ્વારા કારોબારી બેઠક યોજી કોગ્રેસે કર્યા દેખાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-14 11:22:22
  • Views : 258
  • Modified Date : 2021-07-14 11:22:22

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ ઓગડ વિદ્યામંદિરના હોલમાં કાંકરેજ તાલુકા  કોગ્રેસ સમિતિ દ્વારા જનચેતના આંદોલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સૌ પ્રથમ કારોબારીની બેઠક મળી હતી. બેઠક બાદ મોંધવારીના વિરૂધ્ધમાં કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ પરત ખેંચવાની માગ સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.આ બાબતે કોગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે વર્તમાન સમયે સરકારની નિષ્ફળતાં જેવી કે અઢી દાયકા જેટલા સમયથી ભાજપના પ્રજા વિરોધી શાસનમાં ગરીબો અને સામાન્ય પ્રજાજનો ની હાલત અત્યંત કફોડી બની છે. દિનપ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિત દૈનિકજીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના લીધે ગુજરાતની પ્રજા હાલાકી ભોગવી રહી છે.જેના વિરોધમાં જનચેતના શિબિરનુ આયોજન કરાયુ હતું.જેમાં સરકાર દ્વારા તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.કોંગ્રેસે દેખાવો કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ.આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના હોદેદારો, આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News