જામનગર મહાનગરપાલિકાની જૂની જનરલ બોર્ડ મીટીંગવાળી ઈમારતની આજથી પાડતોડ શરૂ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 18:22:25
  • Views : 49
  • Modified Date : 2025-03-18 18:22:25

જામનગર મહાનગરપાલિકાની વર્ષો જૂની અને હાલ બિન ઉપયોગી રહેલી જનરલ બોર્ડ વાળી ઈમારતની તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઇમારતના મલબાને તોડી પાડવા નિર્ણય લેવાયો હતો. જે મુજબ આજે સવારથી જ જેસીબી હિટાચી સહિતના મશીનોને કામે લગાડવામાં આવ્યા છે અને બિલ્ડીંગની પાડતોડ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News