ગુજરાતમાં જળાશયોની વિકટ પરિÂસ્થતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 11:26:58
  • Views : 420
  • Modified Date : 2019-04-30 11:26:58

ગુજરાતના જળાશયો એટલે કે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતના ૨૦૪ ડેમોમાં અત્યારે માંડ ૩૩.૫૫ ટકા જ પાણી બચ્યું છે. મોટાભાગના ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ડેમોમાં ૩૦.૯૫ ટકા જળસ્તર હતું. ગુજરાતના ૨૦૪ પૈકી ૧૭૪ ડેમો એવા છે. જેમાં ૨૫ ટકાથી ઓછા ભરાયેલાં છે. ડેમોની ખાલીખમ સ્થિતિ જોતાં ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જ પાણીની વધુ વિકટ સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે ડેમોમાં પાણી મુદ્દે સૌથી કપરી સ્થિતિ સૌરાષ્ટ્રની છે. આગઝરતી ગરમીના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ઠેર - ઠેર પીવાના પાણીના પોકાર શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ દેખાઇ રહ્યા છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૩૩.૫૫ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૧૩.૦૪ ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૧૦.૫૯ ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૨.૪૪ ટકા જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા જથ્થો અને મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૬.૪૩ ટકા જથ્થો બચ્યો છે. સરદાર સરોવર ડેમમાં ૫૦.૮૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેથી આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બને તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોની સ્થિતિ પણ નાજુક છે, અહીંના ૧૫ ડેમોમાં અત્યારે માંડ ૧૬.૨૪ ટકા પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ૩૦.૨૪ ટકા પાણીનો જથ્થો હતો. બીજા વિસ્તારના ડેમોની સરખામણીએ ગુજરાતમાં એક માત્ર મધ્ય ગુજરાતના ડેમો કે જળાશયોની સ્થિતિ સારી છે, અહીંના ૧૭ ડેમોમાં હાલ ૪૬.૪૩ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જોકે ગત વર્ષની સરખામણીએ ૪.૦૪ ટકા પાણી ઓછું છે. એકંદરે ૨૦૩ ડેમોમાં ૨૩.૧૫ ટકા પાણીનો જથ્થો છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૧.૬૯ લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ છે એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૦.૮૯ ટકા છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના કારણે સ્થિતિ સારી કહી શકાય તેમ છે.


Download Our B K News Today App



Related News