ઉત્તર ગુજરાતમાં સીઝનનો વરસાદ ખેંચતા મુક્તેશ્વર ડેમના તળિયા દેખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 11:55:05
  • Views : 576
  • Modified Date : 2020-07-18 11:55:05

ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં સીઝનનો વરસાદ ખેંચતા વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમના તળિયા દેખાયા હતા. ત્યારે છેલ્લાં કેટલાંક દિવસોથી તાલુકાના વિવિધ ગામોમાં છુટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જેને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને વડગામ તાલુકામાં હજુ ખેતી માટે વાવણી કરી શકાય તેવો
પણ વરસાદ થયો નથી. અને ચાલુ વરસે વડગામ પંથકમાં સીઝનનો હજુ ૧૫ ટકા વરસાદ થયો છે.
જેના લીધે ડેમનું તળિયું દેખાવા લાગ્યું છે. ત્યારે આ ડેમમાં નર્મદા અને ધરોઈનું
પાણી નાખવા માટે ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં છે. પણ કોઈ જ સાંભળતું નથી અને અને જેનો ભોગ ખેડૂતો અને તાલુકાના લોકો બની રહ્યા છે. ત્યારે મુક્તેશ્વર મહાદેવ અને ડેમની બાજુમાં ચામુંડા માતાજીનું મંદિરો આવેલા છે અને એ પાંડવો કાળથી પિતૃ શ્રાધ્ધ માટે પણ સુપ્રસિધ્ધ છે અને હજારો લોકો વરસે દાહડે પિતૃ શ્રાધ્ધ માટે આવે છે અને સરકારે પણ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ કરવો જોઈએ. ત્યારે આ અંગે મુક્તેશ્વર ડેમના નાયબ
કાર્યપાલક ઈજનેર રાકેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ ડેમમાં ખાલી ૪ ટકા જ પાણી છે. અને જે હજુ પીવા માટે બે મહિના સુધી ચાલી શકે તેમ છે.  ત્યારે ડેમમાં જે બે નહેરો સિંચાઈ માટે જાય છે એમાંથી વડગામ તાલુકા ૧૧ ગામો અને ખેરાલુ તાલુકાના ૧૦ જેટલા ગામોમાં પાણી
આપવામાં આવે છે. પણ હાલ ચોમાસાની સીઝનનો હજુ વરસાદ પણ ઓછો થયો છે અને ડેમમાં પાણી આવક હજુ જરાય થઈ નથી અને ડેમમાં
પાણી ન હોવાથી ડેમ હાલ ખાલી છે.

Download Our B K News Today App



Related News