અપડાઉન કરનારા માટે લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:35:15
  • Views : 363
  • Modified Date : 2020-10-01 12:35:15

   રેલવે દ્વારા લાંબા અંતરની વિશેષ ટ્રેનોનું જ સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જરૂરિયાતમંદ નાગરિકોને નોકરી ધંધાના સ્થળે પહોંચવા માટે સૌથી સસ્તી પરિવહન સેવા એવી લોકલ ટ્રેનો હજુ બંધ છે, જેના કારણે 10 હજારથી 15 હજાર રૂપિયા મહિને કમાતા નાગરિકોને નોકરીના સ્થળે પહોંચવા માટે બસની સાથે ખાનગી વાહનોની મદદ લેવી પડે છે.

અમદાવાદ અને વડોદરા વચ્ચે, અમદાવાદ અને મહેસાણા વચ્ચે, વડોદરા અને સુરત વચ્ચે, અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. મુખ્ય શહેરો વચ્ચે દોડતી લોકલ ટ્રેનોની સાથે મેમુ ડેમુ ટ્રેનો શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News