ડીસા બનાસ નદીથી માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સુધી સર્વિસ રોડ ઉપર બમ્પ મુકવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:35:20
  • Views : 291
  • Modified Date : 2022-07-07 12:35:20


15 દિવસમાં થયેલ ત્રણ અકસ્માત માં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો


ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરના સર્વિસ રોડ ઉપર બમ્પનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો સર્વિસ રોડ ઉપરથી પુરઝડપે વાહનો હંકારતા અનેકવાર અકસ્માત થયાં છે. જેથી આસપાસની સોસાયટીના રહીશો ભય અનુભવી રહ્યાં છે.


નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા ડીસા શહેરના છેડે આવેલ બનાસ નદીથી માર્કેટયાર્ડ ત્રણ રસ્તાથી થોડેક દુર સુધી હાઇવેની બન્ને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે પરંતુ એનએચએઆઇ દ્વારા સર્વિસ રોડ ઉપર બમ્પ મુકવામાં આવ્યા નથી. સર્વિસ રોડને અડીને જ રહેણાંક સોસાયટીઓ આવેલી છે. જેથી રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.


આ અંગે અગ્રણી વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી હસમુખભાઈ વેદલીયાએ ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરના સર્વિસ રોડ ઉપર બમ્પ બનાવવા સહિતના પ્રશ્ને જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આથી બનાસકાંઠાના અધિક ચીટનીશ ટુ કલેકટર સી.જે.પટેલે ડીસાના નેશનલ હાઇવેના સર્વિસ રોડના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ કરવા માટે અધિક કલેકટર, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાની કચેરીઓ, ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News