વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક મુદ્દે ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કસૂરવારને સજા કરવાની કરી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:08:54
  • Views : 198
  • Modified Date : 2022-04-01 11:08:54

બનાસકાંઠા જીલ્લામાં આજે વિધાર્થીઓએ તાજેતરમાં વન રક્ષકની પરીક્ષામાં પેપર લીક થયા મુદ્દે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.. અને કસૂરવાર સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી...

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે.. જેને પગલે વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.. તાજેતરમાં ગુજરાતમાં લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બનતા વિધાર્થીઓમા રોષ જોવા મળી રહ્યો છે.. વારંવાર પેપર લીક થવાના લીધે વિધાર્થીઓના ભાવિ અંધકારમાં મુકાઇ રહ્યા છે.. ત્યારે આજે ડીસા ખાતે વિધાર્થીઓ દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.. વિધાર્થીઓએ માંગ કરી છે કે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કસૂરવારો સામે  કડકમાં કડક પગલાં લેવામાં આવે...

 

ડીસામાં આજે વિધાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલી છેતરપિંડીને પગલે વિધાર્થીઓમાં રોષ છે.. આજે આવેદન પત્ર પાઠવવા આવેલા વિધાર્થીઓએ ચીમકી આપતા જણાવ્યુ હતું કે વિધાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે જ છેતરપિંડી ચાલુ રહેશે તો વિધાર્થીઓએ આગામી સમયમાં મહાત્મા ગાંધીના દેશમાં ભગતસિંહ બનીને જલદ કાર્યક્રમો આપતા પણ અચકાશે નહીં... 

Download Our B K News Today App



Related News