હોસ્પિટલો માટે રોજ 40 ટન ઓક્સિજનના જથ્થાનું ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય રોકી હવે કોરોના દર્દીના સારવાર માટે વપરાય છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 12:13:41
  • Views : 339
  • Modified Date : 2021-04-20 12:13:41

    કોરોનાના વિકરાળ બનેલા સંક્રમણ વચ્ચે વાપી સહિત ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માગ સતત વધી રહી છે. સરકારે વાપીના મેન્યુફેક્ચરીંગ યુનિટને હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનો પુરવઠો ન આપવા તાકીદ કરી છે. જેથી હવે ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ વાપીથી રોજના 40 ટન ઓક્સિજનનો જથ્થો ગુજરાત-મહારાષ્ટ્રમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ વલસાડ સિવિલમાં ફેબ્રુઆરીમાં 4 દિવસે 11 હજાર લીટરની ક્ષમતા ધરાવતો ટેન્કર સિવિલમાં ખાલી કરાતો હતો.માર્ચ એપ્રિલમાં દર્દીઓનો વધારો થતાં ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. જો કે આખા જિલ્લામાંથી આવતા દર્દીઓ માટે સિવિલમાં હાલે પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો છે.

    સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે દર્દીના મોત થવાના બનાવો બની રહ્યાં છે,ત્યારે વાપીના એક મેન્યુફેક્ચરીંગ યુનિટ કોરોના પૂર્વે માત્ર ઇન્ડ્રસ્ટ્રીઝને જ રોજના 15 ટન ઓક્સિજનનો જથ્થો પુરો પાડતુ હતું, પરંતુ રાજયની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઊભી થતાં રાજય સરકારે હાલ ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ જરૂરિયાત મુજબના શહેરોમાં ઓક્સિજનનો જથ્થો પુરો પાડવા આદેશ કર્યો છે. જેથી હવે વાપીની પી.કે. કાર્બોનીક યુનિટથી સુરત,વડોદરા,અમદાવાદ સહિતના શહેરો તથા મહારાષ્ટ્રના ધુલિયા વિસ્તાર મુંબઇ સહિતના શહેરોમાં રોજના 40 ટન ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે. રોજના સરકારી અધિકારીઓની સૂચના મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાપીથી ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

    કંપનીના સંચાલકના મતે ગુજરાતમાં ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ છે,પરંતુ કેટલીક હોસ્પિટલોમાં ઇન્ફ્રાટકચરનો અભાવ છે. ઓક્સિજન સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા હોસ્પિટલમાં હોવી જોઇએ. જેથી નિયમિત ઓક્સિજન સપ્લાય કરવામાં મુશ્કેલી ઊભી થઇ શકે નહિં. હાલમાં એપ્રિલ માસમાં વલસાડ જિલ્લામાં કોવિડના દર્દીઓની સંખ્યા પ્રતિરોજ વધી રહી છે,જેના કારણે ઓક્સિજનનો વપરાશ પણ વધી ગયો છે.વલસાડ જિલ્લાના કોરોનાના દર્દીઓ તેમજ અન્ય ગંભીર દર્દીઓ માટે સિવિલમાં સારવાર માટે ઓક્સિજનની 11 હજાર લીટરની ટાંકી ઇસ્ટોલ કરવામાં આવી છે.જેમાં પુરેપુરો પુરવઠો ઓક્સિજનના ટેન્કર મંગાવીને ભરવામાં આવે છે.

    મેન્યુફેકચરીંગ એકમમાંથી ઓક્સિજનના સિલિન્ડરોને ટ્રેડર્સોને સપ્લાય કરવામાં આવે છે. વાપીના 10 જેટલા ટ્રેડર્સો દ્વારા ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજનનોે જથ્થો પુરો પડાય છે. ફ્રેબ્રિકેશન,કટિંગ, એન્જીનિરીંગ અને કેમિકલ એકમોમાં ઓક્સિજનની જરૂર રહે છે. વાપી જીઆઇડીસીમાં પી.કે.કાર્બોનીક ,દમણની એઇમ્સ અને સરીગામ એક કંપની મળી કુલ 3 એકમો ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, સરીગામ અને દમણના એકમો સ્થાનિક કક્ષાએ ઓક્સિજન પુરો પાડે છે. દમણથી વાપીની હરિયા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં ઓક્સિનનનો જથ્થો આવે છે. જયારે વાપીનું એકમ સેલવાસ સહિત હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટાપાયે ઓક્સિજનની સપ્લાય કરે છે.હાલ ઓક્સિજનની માગ સૌથી વધારે છે.

    ઓક્સિજનના સિલિન્ડરમાં 0થી 15 વેલ્યુ આવે છે. ઓક્સિજન સેન્ટર લાઇનમાં એક વાલ હોય છે. જેમાં મીટર ઓક્સિજનની વેલ્યુ લખેલી હોય છે. યુમિડી ફાયર એટલે ઓક્સિજન હોય એ પાણીમાંથી ગુજારીને નાકમાંથી આપીએ છીએ. જયારે ઓન કરીએ ત્યારે ડ્રાઇ ઓક્સિજન પાણીમાં મિશ્ર થઇને આવે છે. દા.ત. એક દર્દીને 1 મિનિટમાં 1 થી 10 લિટર ઓક્સિજન અપાય છે. વધારે દર્દીની હાલત ખરાબ હોય તો હાય ફલો ઓક્સિજન અપાય છે. જે 1 મિનિટમાં 35થી 40 લિટર હોય છે. લાસ્ટ સ્ટેજ વેન્ટીલેટર વખતે 1 મિનિટમાં 90થી 95 લિટર ઓક્સિજન અપાય છે. > ડો.અક્ષય નાડકર્ણી ,નિષ્ણાત,21 સેન્ચુરી હોસ્પિટલ ,વાપી


Download Our B K News Today App



Related News