મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિનની માંગ વધી, 9 દેશોએ ભારત પાસે મદદ માંગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 14:53:40
  • Views : 325
  • Modified Date : 2021-01-11 14:53:40

    કોરોના મહામારી વચ્ચે દુનિયા વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. આ સંજોગોમાં કોરોના વેક્સિન માટે ઘણાં દેશોએ ભારતની મદદ માંગી છે. ભારત વેક્સિનના ઉત્પાદન અને પૂરતા જથ્થા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બ્રાઝીલ, મોરક્કો, સાઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ ભારત પાસે વેક્સિનની ઓફિશિયલી માંગ કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના વેક્સિનના વિતરણમાં ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોને પહેલાં મહત્વ આપવામાં આવશે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે, ભારત શરૂઆતથી જ COVID-19 મહામારીને ટક્કર આપવામાં વિશ્વમાં આગળ રહ્યા છે. અમે આ દિશામાં સહયોગ આપવાને અમારા કર્તવ્ય તરીકે માનીએ છીએ.

    બીજી બાજુ કોરોના વેક્સિન માટે ચાલતી ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ શનિવારે કહ્યું હતું કે, ભારતમાં બે વેક્સિન (કોવીશીલ્ડ-કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. પીએમએ કહ્યું છે કે, પહેલાં ભારત બહારથી પીપીઈ કિટ, માસ્ક, વેન્ટિલેટર અને ટેસ્ટિંગ કિટ આયાત કરતા હતા, પરંતુ આજે આપણો દેશ આત્મનિર્ભર છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેપાળે ભારત પાસેથી 12 મીલિયન કોરોના વેક્સિનના ડોઝની માંગણી કરી છે. જ્યારે ભૂટાને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)માં બનાવવામાં આવતી વેક્સિનની 1 મિલિયન ડોઝની માંગણી કરી છે. મ્યાનમારે પણ સીરમ સાથે એક ખરીદીના એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. બીજી બાજુ બાંગ્લાદેશે કોવિશિલ્ડના 30 મિલિયન ડોઝ માટે ભલામણ કરી છે.

    નોંધનીય છે કે, માત્ર એશિયાઈ દેશોએ જ નહીં પરંતુ ઘણાં દેશોએ ભારતની કોરોના વેક્સિન માટે સંપર્ક કર્યો છે. આ સંજોગોમાં ભારત વેક્સિન એક મોટો જથ્થો પૂરો પાડનાર દેશ બની શકે છે.

Download Our B K News Today App



Related News