પરીક્ષા ટાણે વડોદરામાં હેવી વાહનોની પ્રવેશબંધી અને ખોદકામ કે બ્રિજ નીચેના ટ્રાફિક સિગ્નલ બંધ કરવા માગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-26 16:56:59
  • Views : 46
  • Modified Date : 2025-02-26 16:56:59

આવતીકાલથી ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થવાની છે. બીજી તરફ વડોદરા કોર્પોરેશને શહેરના અનેક વિસ્તારમાં ખોદકામ અથવા બ્રિજ પર રિ-સરફેસિંગની કામગીરી હાથ ધરી હોવાથી કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવા જવા ટાણે ટ્રાફિક જામની સમસ્યાના કારણે મોડું ન થઈ જાય અને તે શાળા (વર્ગખંડ)માં પ્રવેશ ન મેળવી શકે અને તેની કારકિર્દીને અસર ન થાય તે માટે શહેર પોલીસ વિભાગ અને પાલિકા તંત્રને પહેલા જન પ્રતિનિધિઓ તરફથી કેટલાક સૂચનો મળ્યા છે. જે પગલાં લેવા અતિ અનિવાર્ય હોવાનું જણાવાયુ છે છે. જે બ્રિજ અથવા રોડનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કર્યો છે તો પરીક્ષા દરમિયાન તેના નજીકના ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા જોઈએ અને અહીં ટ્રાફિક પોલીસની હાજરી નોંધપાત્ર રીતે વધારવી અને ટ્રાફિક પોલીસે રૂબરૂ અહીં ટ્રાફિકનું મોનિટરિંગ (નિયમન) કરવું જોઈએ. જો ટ્રાફિક પોલીસને ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવા જ છે તો જે માર્ગ પર બ્રિજને સમાંતર અથવા જ્યાં માર્ગ બંધ છે, ખાસ કરીને જ્યાં ટ્રાફિક વધુ રહે છે, તેને અસર કરતા સિગ્નલોનો સમય વધારવો જોઈએ. અત્રે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો આગ્રહ એટલે રાખવાનો કે જો કોઈ ચોક્કસ દિશા (માર્ગ) તરફ ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી હોય તો ટ્રાફિક પોલીસ ત્યાં મેન્યુઅલ મોનિટરિંગ કરી તાત્કાલિક ધોરણે એ માર્ગ પર પરિસ્થિતિ મુજબ ટ્રાફિક હળવો કરી શકે. 

બપોરના સમયે જે હેવી (મોટા) વાહનોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે તે પરીક્ષા ટાણે સદંતર બંધ કરવા જોઈએ. ખાસ કરીને જે શાળા પાસે બ્રિજ અથવા માર્ગના મરામતની કામગીરી થઈ રહી છે, જેમ કે ફતેગંજ સ્થિત કોન્વેન્ટ સ્કૂલ વગેરે જેવી શાળાઓ પાસે બ્રિજ અને તેની પાસે આવેલ માર્ગ જેમ કે સેફ્રોન ટાવર તરફ જવાનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે હાલ સંપૂર્ણ બંધ છે. બીજી તરફનો જે માર્ગ ખુલ્લો છે એ માર્ગ પર આવેલા હોટલ, રેસ્ટોરન્ટના પાર્કિંગ મુખ્ય માર્ગ પર ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. પીકઅપ સમય દરમિયાન ફતેગંજ સેફ્રોન ટાવરથી પેટ્રોલ પંપ સુધી ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો નિયમિત જોવા મળે છે. ખાસ કરીને પરીક્ષા ટાણે તેનું નિરાકરણ લાવવામાં આવે.

જે શાળા નજીક આડેધડ હંગામી દબાણો છે ખાસ કરીને લારી, ગલ્લા, પથરાને યુદ્ધના ધોરણે દૂર કરવા જોઈએ. જેથી લારીની આસપાસ આડેધડ રીતે ઊભા રહેતા વાહનોના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. જ્યાં બ્રિજ પર રિસરફેસિંગ અથવા  રોડના કે ગટરના કામ ચાલે છે અને એક તરફનો વાહન વ્યવહાર બંધ છે તેના વિકલ્પના માર્ગ પર પસાર થતાં એસટીના વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરી દેવા જોઈએ. જેથી આ માર્ગ પરથી પસાર થતા વાલી, વિદ્યાર્થીઓનો સમય ન વેડફાય. 

Download Our B K News Today App



Related News