ફરાર આરોપી પકડવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:42:10
  • Views : 619
  • Modified Date : 2022-05-28 11:42:10

 

          પાંચ માસ પહેલા ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં સર્જાયેલી મારમારીમાં હરેશભાઈ નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો.. અને ઘટનાને પગલે હરેશભાઈના પરિવાર દ્વારા આગથળાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.. બાદમાં હરેશભાઈ હોશમાં આવતા સમગ્ર હકીકત જણાવતા હરેશભાઈના પરિવારના સભ્યો પોલીસ મથકમાં વધારાની વિગત જણાવવા ગયા હતા.. ઘટનાની તપાસ ડીસાના ડી.વાય.એસ.પી. ચલાવી રહ્યા હોવાના લીધે ડી.વાય.એસ.પી. પાસે રજૂઆત કરવા હરેશભાઈના પરિવારના સભ્યો સ્થાનિક સરપંચ બાબુભાઇ ચૌહાણને સાથે લઈ ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા.. તે દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પોલીસ ઈન્સ્પેકટર દ્વારા સરપંચ સહિત રજૂઆત કરવા આવેલા લોકો સાથે બેહૂદું વર્તન કરવામાં આવ્યું હતું.. અને પોલીસ મથકમાથી હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક કક્ષાએ પરિવારને ન્યાય મળતા પરિવારના સભ્યો અને સરપંચ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા.. અને ઘટનામાં વધુ કલમો ઉમેરી સ્વતંત્ર રીતે ફરી રહેલા આરોપીઓને તાત્કાલિક અટકાયત કરવાની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News