ડીસામાં નાઈ સમાજ વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર જાતી અપમાનિત શબ્દો વાપરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:13:52
  • Views : 2443
  • Modified Date : 2022-01-05 12:13:52

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નાઈ સમાજને અપમાનિત કરતી કરવામાં આવેલી પોસ્ટને પગલે નાઈ સમાજ રોષે ભરાયેલો છે.. ત્યારે આજે ડીસામાં સમગ્ર નાઈ સમાજના આગેવાનો આજે ઇન્સ્ટાગ્રામ પાર નાઈ સમાજને અપમાનિત કરનાર પોસ્ટ મુકનાર સામે કડક પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે. જોશી વિશુ ૦૧૧ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અપમાન જનક પોસ્ટ મુકવામાં આવી છે અને તેને અલગ અલગ સોસીયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી રહી છે.. અને તેના પગલે નાઈ સમાજની લાગણીઓ દુભાઈ રહી છે.. જેને પગલે આજે નાઈ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે.. જેથી અન્ય કોઈ વ્યક્તિ બીજી વાર નાઈ સમાજ પ્રત્યે આવા અપમાનજનક ટિપ્પણીઓ ના કરે.

 

ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યા બાદ નાઈ સમાજના આગેવાનો ચીમકી પણ ઉચ્ચારી છે કે આવેદન પાત્ર પાઠવ્યા બાદ પણ જો શખ્સ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર નાઈ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતારશે.

Download Our B K News Today App



Related News