ડીસામાં આઉટસોર્સિંગ નાબૂદી અને કર્મચારી કરાર આધારિત કરી પગાર વધારવા કરાઇ માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-28 12:31:41
  • Views : 392
  • Modified Date : 2022-04-28 12:31:41

ડીસામાં આઉટસોર્સિંગ નાબૂદી અને કર્મચારી કરાર આધારિત કરી પગાર વધારવા કરાઇ માંગ

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક આંદોલન શરૂ થયા છે ખાસ કરીને આઉટસોર્સિંગ અને સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ડીસામાં આજે આઉટ સોર્સિંગ પર સરકારી કચેરીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ આજે મામલતદારને  અને ડીસા નાયબ કલેકટર ને આવેદન પત્ર પાઠવીને પગાર વધારાની માંગ કરી છે.. જેમાં આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે સરકાર દ્વારા આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓને ૧૧ હજારથી ૧૫ હજાર સુધીનો પગાર ચૂકવવામાં આવે છે.. પરંતુ તેમ છતાં કર્મચારીઓને માત્ર ૭૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.. જે લઘુતમ વેતન દર કરતાં પણ ઓછું છે.. જેને પગલે આજે આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ એકત્રિત થઈને ડીસા નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ઉઠાવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર તેમની માગણી સંતોષે છે કે પછી જેસે થે વેશે પરિસ્થિતિ રહે છે.

 

Download Our B K News Today App



Related News