ધાનેરામાં કરીયાણાની હોમ ડીલીવરી માત્ર કાગળ ઉપર જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 12:09:07
  • Views : 536
  • Modified Date : 2020-04-15 12:09:07

બનાસકાંઠામાં લોકડાઉનમાં કલેકટર દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ અને ધાનેરામાં તમામ કરીયાણાની દુકાનો તેમજ પશુઆહાર અને ખાતર બીયારણની દુકાનો સદંતર બંધ કરાવી દેવામાં આવી હતી. કરીયાણાની હોમડીલીવરી માટે એપ દ્વારા નંબર આપવામાં આવેલ છે.
પરંતુ આ કરીયાણાની દુકાનદારો દ્વારા હોમ ડીલીવરી કરવામાં આવતી ન હોવાની રાડ ઉઠવા પામી છે. ત્યારે બીજી તરફ ખાતર અને પશુઆહારની દુકાનો બંધ કરાવી દેવામાં આવતા ખેડૂતો અને પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ જવા
પામ્યા છે. ગામડાઓમાં પણ સરપંચો દ્વારા ગામડાની તમામ દુકાનો પણ બંધ કરાવવામાં આવતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. આ અંગે એક ગ્રાહક કરણાભાઇ પટેલે જણાવેલ કે ગામડાઓમાં કરીયાણુ મળતુ નથી અને ધાનેરામાં પણ હોવાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. તો મામલતદાર આવસ્યક સેવાઓ ચાલુ રખાવે તે જરૂરી છે. જ્યારે આ બાબતે હોમડીલીવરી વાળા
વેપારીઓએ જણાવેલ કે અમને પોલીસ દુકાન ખોલવા દેતી નથી તો માલ કેવી રીતે હોમડીલીવરી કરવો અને જ્યારે હોમડીલીવરી કરવા માટે જઇએ તો બાઇક
ઉપર બે લોકો હોવાથી અમારા વાહનો પોલીસ પકડીને કાર્યવાહી કરતી હોય છે. માટે અમે હોમ ડીલીવરી કરતા નથી. ગામડાના લોકોના ફોન આવતા હોય છે પરંતુ ત્યાં અમે સામાન પહોંચાડી શક્તા નથી એ અમારી મજબુરી છે.

Download Our B K News Today App



Related News