ગાંધીનગર ખાતે ઉઝબેકિસ્તાનનું હાઇ લેવલનું ડેલીગેશન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 12:18:03
  • Views : 401
  • Modified Date : 2019-11-30 12:18:03

ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઉઝબેકિસ્તાનનું હાઇ લેવલનું ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. આ ડેલિગેશનને ગુજરાતની સાઇન્સ સીટી, ઈડીઆઈ, પીડીપીયુ,
જીએફએસયુની મુલાકાત લીધી હતી. આઇ ક્રિએટ જેમાં ઇનોવેશન રિસર્ચ સ્ટાર્ટઅપમાં એન.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.  આ ડેલીગેશને ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં રસ દાખવ્યો છે. જે મુખ્યમંત્રી સાથે પણ રાત્રે મુલાકાત કરશે. ઉઝબેકિસ્તાનના બે ડેલીગેશન હતા એકમાં શિક્ષણમંત્રી
ભુપેન્દ્રસિંહ અને બીજા ડેલીગેશન સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ જોડાયા હતા.
આ પ્રસંગે ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્લટફોર્મ ગુજરાતના વિદ્યાર્થીઓને પુરુ પાડવામાં આવશે. નાના દેશ સાથે મોટા દેશનું જોડાણ કરીને આપણા વિદ્યાર્થીઓ હરીફાઇ કરી શકશે.  ઉઝબેકિસ્તાનના ડેલીગેશને ગુજરાતની મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે ગુજરાતમાં આવેલી સાયન્સ સીટીના વખાણ કર્યા હતા. ઉઝબેકિસ્તાનનો વિકાસ થઇ રહ્યો છે.  ત્યાંના  ૬૦ ટકા લોકો યુવાનો છે. કેપિટલ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. સારા શિક્ષણ માટે અમે ગુજરાતની યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યારે  ગુજરાતનું એક ડેલીગેશન પણ ગયુ હતુ. એટલે ત્યાંની સરકારે શિક્ષણ, ખેતી અને ઉદ્યોગમાં એમઓયુ કરીને જોડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી ત્યાંના ઇનોવેશનમંત્રી ઇબ્રાહીમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News