શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જાેડાવાની અટકળો તેજ કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈશ ઃ શંકરસિંહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:10:13
  • Views : 302
  • Modified Date : 2021-02-04 11:10:13

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાં જાેડાવા અંગે દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કોંગ્રેસમાં જવાની જરૂર પડશે તો કોંગ્રેસમાં જઇશ. ભાજપને હરાવવા કોંગ્રેસમાં જવું પડે તો જઇશ. હું કોંગ્રેસના આગેવાનને મળ્યો હતો. સામાજિક મુદ્દે કોંગ્રેસના આગેવાન સાથે ચર્ચા કરી. કોંગ્રેસમાં કોઇ પણ શરતે જવા તૈયાર છું.
દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જાેઈએ આવી વાતચિત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર દિલ્હી જઈશ. કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિક પણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યાં હતાં. તેઓએ મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. તે સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ
પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારુ. આ અનુસંધાને મારો જવાબ એક જ છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને એમની સાથે વાતચિત કરીને આગળ વધીશ. જાે કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિના શરતે કોંગ્રેસમાં જઈશ. આવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આપતા ફરીથી ગુજરાતમાં રાજકીય ગરમાવો પ્રસર્યો હતો. મહત્વનું છે કે, આ અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં આવવાની ઇચ્છા દર્શાવી હતી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાને લાવવા મધ્યસ્થી કરી રહ્યાં છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલીની ઘરવાપસીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ મહોર લગાવશે. રાજ્યસભાની ચૂંટણી સમયે બાપુના કહેવાથી કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

Download Our B K News Today App



Related News