દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલની નશામાં ધૂત કાર ચાલકે છેડતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 16:53:12
  • Views : 492
  • Modified Date : 2023-01-20 16:53:12

રાજ્ય મહિલા આયોગની ચેરપર્સન હવે દિલ્હીમાં સુરક્ષિત નથી. તે શહેરની પરિસ્થિતિ જોવા માટે બહાર ગઈ હતી. પરંતુ રાત્રિના સમયે નશામાં ધૂત કાર ચાલકે સ્વાતિ માલીવાલની છેડતીનો પ્રયાસ કર્યો હતો. માલીવાલે ટ્વિટ કરીને કહ્યું કે ભગવાને જીવ બચાવ્યો. સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે એક ડ્રાઇવરે નશાની હાલતમાં તેની સાથે છેડતી કરી હતી. જ્યારે તેમને પકડવાની કોશિશ કરી તો ડ્રાઈવરે કાચ બંધ કરીને 10થી 15 મીટર સુધી ઘસડીને લઈ ગયા. સ્વાતિના આરોપો પર દિલ્હી પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને આરોપીની ધરપકડ કરી લીધી છે.

બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ સ્વાતિ માલીવાલ સાથેની ઘટના સામે આવી રહી છે. સ્વાતિએ ટ્વીટ કરીને તેની સાથે થયેલી છેડતીની જાણકારી આપી હતી. "ગઈકાલે મોડી રાત્રે, હું દિલ્હીમાં મહિલાઓની સલામતીની પરિસ્થિતિ જોવા માટે બહાર ગઈ હતી. એક ડ્રાઇવરે નશાની હાલતમાં મારી છેડતી કરી અને જ્યારે મેં તેને પકડ્યો તો તેણે મારો હાથ કારના કાચમાં બંધ કરી દીધો અને મને ઢસડી ગયો. ભગવાને મારો જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષ સુરક્ષિત નથી. સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે મોડી રાત્રે  બની હતી. સ્વાતિ એઈમ્સના ગેટ નંબર 2 પર ઉભી હતી. ત્યારે એક વ્યક્તિ નશાની હાલતમાં આવી ગયો. તેણે સ્વાતિ માલીવાલને પોતાની કારમાં બેસવાનું કહ્યું. સ્વાતિ માલીવાલે બેસવાની ના પાડી અને જોરજોરથી આ વ્યક્તિને ઠપકો આપ્યો. માલીવાલે ના પાડ્યા બાદ નશાની હાલતમાં આ શખ્સે કારના કાચ લોક કરી દીધા હતા, ત્યારબાદ સ્વાતિનો હાથ કારમાં ફસાઈ ગયો હતો. આ કારણે કાર ચાલકે સ્વાતિને 10થી 15 મીટર સુધી ઘસડી હતી. જોકે, સ્વાતિ માલીવાલ ખતરાથી બહાર છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News