ફરી ગુજરાત મુલાકાત આવશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને DyCM મનીષ સિસોદિયા

  • Published By :
  • Published Date : 2022-09-19 18:15:17
  • Views : 584
  • Modified Date : 2022-09-19 18:15:17

મનીષ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપને આવકાર.સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે વડોદરામાં ટાઉન હોલ કરશે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યા છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને વાલીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમ કરી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે.સિસોદિયા ગાંધી આશ્રમ દર્શન સાથે યાત્રા શરૂ કરશે.દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારશે અને સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.

Download Our B K News Today App



Related News