શિહોરી ઉદરીયાવાસની દીકરીને શિહોરી પોલીસે મા-પિતાને પરત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 06:09:16
  • Views : 508
  • Modified Date : 2019-04-20 06:09:16

કાંકરેજ તાલુકા ઉદરીયાવાસમાં રહેતા પ્રદલાહજી જાઈતાજી ઠાકોરની દીકરીને આકોલીના
પટેલવાસનો યુવાન વિષ્ણુજી બચુજી ઠાકોર ભગાડી ગયો હતો. ત્યારબાદ તેણે
પ્રેમલગ્નની નોંધણી કરાવી દીધી હતી. જેની જાણ દીકરીના પિતાને થતાં તેમણે સમગ્ર ઘટના અંગે શિહોરી પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત  કરી હતી.
જે અંગે શિહોરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા તા.૧૬-૪-૨૦૧૯ના રોજ  રાત્રે ૨ઃ૩૦ વાગ્યે ઠાકોરબાલાજી ભુદરજી તથા વિષ્ણુજી બચુજીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દીકરીને તેમની  જાળમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપરત કરવામાં આવતા દીકરીના પિતાએ શિહોરી પોલીસનો આભાર માન્યો હતો.
આમ આખરે શિહોરી પોલીસે ૨૭૩-૨૦૧૯,૧૦૭, ૧૫૧ મુજબ આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News