ડીપ્લોમા પીજીની બેઠકોને ડીગ્રીમાં રૂપાંતર કરાતાં મુશ્કેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 07:08:20
  • Views : 453
  • Modified Date : 2019-04-11 07:08:20

સરકાર દ્વારા અવનવા અખતરાઓ કરવામાં આવી રહ્યા છે અને તેનુ નુકસાન પ્રજાને ભોગવવાના દિવસો આવતા હોય છે. થોડાં સમય
પહેલાં એમસીઆઈ દિલ્હી અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ રાજ્યની ડીપ્લોમા પીજીની બેઠકોને ડીગ્રીમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેથી હાલમાં સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને આગળ અભ્યાસ કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આગામી સમયમાં જે ડોક્ટરો ગામડાઓમાં સેવા આપવામાં આવે છે તે સાયદ નહી આવે અને બોન્ડ ભરીને જતા રહેશે જેથી તેનુ પરિણામ તો પ્રજાનેજ ભોગવવુ પડશે.
આજે ગુજરાતભરના અનેક ગામડા લેવલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર ડોક્ટરો સેવાઓ આપી રહ્યા છે. જ્યારે કોઇપણ ડોક્ટરની ડીગ્રી લઇને આવે ત્યારે તેને ફરજીયાત આવી સેવા આપવાની હોય છે અને તેમની પાસેથી બોન્ડ પણ સરકારના નીતિ નિયમો પ્રમાણે મુકાવવામાં આવે છે. પરંતુ કેટલાંક ડોક્ટરો બોન્ડમાં ભરેલ રકમની પર્વા કર્યા વગર નોકરી કરતા નથી ત્યારે મોટા ભાગના ડોક્ટરો આ નોકરી કરતા હોય છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નિયમ મુજબ ત્રણ કે તેથી વધુ વર્ષ માટે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર ફરજ બજાવેલ હોય તેવા સર્વિસ ઇન તબીબોને ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજોમાં ૫૦% ડીપ્લોમા ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠકો ઉપર રીઝર્વેશન આપવામાં આવેલ હતુ. જેના કારણે કેટલાંય ડોક્ટરો ગામડે ગામડે કાર્યરત છે. પરંતુ થોડાં સમય પહેલાં સ્ઝ્રૈં દિલ્હી અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ રાજ્યની ડીપ્લોમા પીજી ની બેઠકોને ડીગ્રીમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેથી હાલમાં સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને આગળ અભ્યાસ કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ગામડાઓમાં સેવા બજાવતા તબીબો સાથે હળહળતો અન્યાય પણ કરવામાં આવી રહ્યો છે.


Download Our B K News Today App



Related News