માઉન્ટ આબુ નું નક્કી લેખ થયું ઓવરફ્લો સતત વરસાદ ના લીધે ઝરણાઓ થયા જીવંત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 11:06:05
  • Views : 364
  • Modified Date : 2022-07-27 11:06:05

 

પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ નું રદય સમાન માનવા માં આવતું નક્કી લેખ ઓવરફ્લો થતા પર્યટકો સહિત સ્થાનિક લોકો માં આનંદ છવાયો છે.

બનાસકાંઠા જિલ્લા ને અડી ને આવેલા માઉન્ટ આબુ સહિત અમીરગઢ માં સતત વરસાદી માહોલ સર્જાયો છે.જેથી બદીઓ માં પાણી નો આવરો વધ્યો છે તો વળી માઉન્ટ આબુ માં ગત રોજ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નક્કી લેખ ઓવરફ્લો થયું છે તે ઉપરાંત માઉન્ટ આબુ માં આજ દિન સુધી કુલ 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી માઉન્ટ ના ઝરણાઓ ખળખળ કરતા વહી રહ્યા છે.

Download Our B K News Today App



Related News