રક્ષામંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખને કહ્યું- દેશની જનતા માટે ખોલવામાં આવે ડિફેન્સ અને DRDOની હોસ્પિટલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 11:29:05
  • Views : 241
  • Modified Date : 2021-04-20 11:29:05

    કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. મંગળવારે સવારે બોર્ડે પોતાનો આદેશ જાહેર કર્યો હતો. હાલ ધો.12ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. તેનો કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે.

    સોમવારે સતત ત્રીજા દિવસે 2.50 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. જોકે સારી વાત એ છે કે એમાં રવિવારની તુલનામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 લોકો પોઝિટિવ મળ્યા હતા. રવિવારે 1.75 લાખથી વધુ લોકો પોઝિટિવ જોવા મળ્યા. પ્રથમ વખત રેકોર્ડ 1 લાખ 54 હજાર 234 લોકો પણ સાજા થયા હતા. આ પહેલાં એક દિવસમાં જ સૌથી વધુ 18 એપ્રિલના રોજ, 1.43 લાખ લોકો સાજા થયા હતા.

    બીજી તરફ, દુ:ખની વાત એ છે કે સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 લાખ 80 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. દરરોજ મૃત્યુના કિસ્સામાં ભારત ફરી એક વખત ટોપ પર પહોંચી ગયું છે. બ્રાઝિલ બીજા નંબરે અને અમેરિકા ત્રીજા સ્થાને છે. બ્રાઝિલમાં દરરોજ આશરે 1,500 લોકોનાં મોત થઈ રહ્યાં છે, જ્યારે અમેરિકામાં આ આંકડો 400-600ની વચ્ચે રહે છે. ભારતમાં સોમવારે 1,757 દર્દીનાં મોત થયાં હતાં.સોમવારે દેશનાં 10 રાજ્યમાં 78.37% એટલે કે 2.01 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,924 પોઝિટિવ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 28,211, દિલ્હીમાં 23,686, કર્ણાટકમાં 15,785, કેરળમાં 13,644, છત્તીસગઢમાં 13,834, મધ્યપ્રદેશમાં 12,897, તામિલનાડુમાં 10,941, રાજસ્થાનમાં 11,967, ગુજરાતમાં 11,403 કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.

    અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે ઉત્તરપ્રદેશ, લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરનાં 5 મોટાં શહેરોમાં 26 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. હવે રાજ્ય સરકારે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે તે હાઈકોર્ટમાં પણ પોતાનો જવાબ ફાઇલ કરશે. રાજ્ય સરકાર કહે છે કે તે આ શહેરોમાં સખત કાર્યવાહી કરશે, પરંતુ લોકડાઉન લાદશે નહીં, કારણ કે લોકડાઉનથી રોજગારનું સંકટ ઊભું થશે.


Download Our B K News Today App



Related News