મોટી જાહેરાત કરતાં કહ્યું- LAC પર સમજૂતી થઈ, પેંગોંગથી ચીની સેના પીછે હટ કરશે; ભારતે કંઈ જ ગુમાવ્યું નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 12:05:00
  • Views : 275
  • Modified Date : 2021-02-11 12:05:00


    ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

    રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદ્દાખના ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોના પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.રક્ષામંત્રીના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલા એટલે કે બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદ્દાખમાં LAC પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ ખતમ થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તહેનાત સૈનિકોની એક સાથે વાપસી શરૂ થઈ. આ પહેલા ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે, પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.

    ચીનની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક્સપર્સન વૂ કિયાને જણાવ્યું કે, ચીન અને ભારત વચ્ચે થયેલી કમાંડર લેવલની 9માં વખતની વાતચીતમાં ડિસએન્ગજમેન્ટ પર સહમતિ બની હતી. જેના હેઠળ બન્ને દેશોએ પોતાના સૈનિકોને પેંગોંગ હુનાન અને નોર્થ કોસ્ટથી પાછળ ખસેડવાનું શરૂ કરી દીધું છે. ત્યારપછી ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું. સ્પોક્સપર્સન વાંગ વેનબિને કહ્યું કે, રશિયામાં યોજાયેલી બેઠકમાં બન્ને દેશોના વિદેશ મંત્રી આ મુદ્દાનો નિવેડો લાવવા માટે રાજી થયા હતા.

    ભારત અને ચીન વચ્ચે 24 જાન્યુઆરીએ 9માં રાઉન્ડની વાતચીત 15 કલાક ચાલી હતી. જેમાં ભારતે કહ્યું હતું કે, વિવાદ વાળા વિસ્તારમાંથી સૈનિક હટાવવા અને તણાવ ઓછો કરવાની પ્રોસેસને આગળ વધારવાની જવાબદારી હવે ચીન પર છે. આ દરમિયાન બન્ને પક્ષ કોર કમાંડરની 10માં તબક્કાની વાતચીત ઝડપથી કરવા અંગે સહમતિ થઈ હતી, જેથી સૈનિકોની વાપસનું કામ ઝડપથી થઈ શકે.ગત વર્ષે 20 જાન્યુઆરીએ સિક્કીમના નાકુ લામાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, ત્યારે બન્ને સેનાના કમાંડર્સે નક્કી પ્રોટોકોલ હેઠળ વિવાદનું સમાધાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને LAC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જવાબ આપતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. અથડામણમાં ચીનના 20 અને ભારતના ચાર જવાન ઘાયલ થયા હતા.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ચીન દ્વારા ગયા વર્ષે મોટી સંખ્યામાં દારૂગોળા ભેગા કર્યા છે. અમારી સેનાએ ચીન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી છે. સપ્ટેમ્બરથી બંને પક્ષો એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. LAC પર યોગ્ય સ્થિતિ જાળવી રાખવી જ અમારું લક્ષ્ય છે. રક્ષામંત્રીએ કહ્યું, ચીને 1962ના સમયમાં ઘણાં હિસ્સા પર કબજો કર્યો છે. ભારતે ચીનની બોર્ડરની સ્થિતિના કારણે બંને દેશોના સંબંધો પર અસર થવાની વાત કરી છે.

Download Our B K News Today App



Related News