પંચમુખી શિવલીંગ ધરાવતું ડીસાનું પલટન મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 12:18:48
  • Views : 418
  • Modified Date : 2020-07-25 12:18:48

બનાસ નદીને કિનારે વસેલું ડીસા શહેર. આ શહેરની સ્થાપના લગભગ ૧૮૨૩માં બ્રીટીશરો દ્વારા કરવામાં આવી હતી. તે સમયે કચ્છથી માઉન્ટ આબુ જતા વેપારીઓને ડીસા નજીકના ભીલો, રાજપૂતો અને ડફેરો દ્વારા લૂંટી લેવામાં આવતા હતા અને તેમનો ત્રાસ ખુબ જ વધારે હતો. જેના લીધે કચ્છથી માઉન્ટ આબુ સુધીના માર્ગમાં બ્રીટીશરોને સૌથી આદર્શ સ્થાન ડીસા લાગ્યું. કારણ કે ડીસા શહેરની આબોહવા, અહીની ભૌગોલિક સ્થિતિ અને અહીની પાણી સર્વોત્તમ હતું. તેના લીધે બ્રીટીશરોએ ડીસામાં લશ્કરી કેમ્પની સ્થાપના કરી હતી. આ લશ્કરી છાવણીમાં સૈનિકો પણ ભારતના જ હિંદુઓ હતા. જેને પગલે બ્રિટીશ લશ્કરોના હિંદુ સૈનિકોએ ડીસામાં અલગ અલગ સ્થળો પર
હિન્દુઓના આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરોની સ્થાપના કરી હતી.  અને આ મંદિરોમાં પૂજાની શરૂઆત કરવામાં આવી હતી.
હવે આપણે વાત કરી શહેરના અન્ય એક મંદિરની કે તેનું નામ પણ લશ્કરના નામ પરથી પડેલું છે. ડીસા શહેરના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરનું નામ છે પલ્ટન મહાદેવ. પલ્ટન મંદિરની સ્થાપના પણ બ્રિટીશ શાશન દરમ્યાન કરવામાં આવી હતી. બ્રિટીશ શાશન દરમ્યાન જે હિંદુ સૈનિકો હતા તેમની
પલ્ટન જ્યાં રહેતી હતી તે સ્થળ પર સ્થાપવામાં આવેલા આ મંદિરનું નામ પલ્ટન મહાદેવ રાખવામાં આવ્યું હતું. આમ પલ્ટન મહાદેવ મંદિરનો પલ્ટન શબ્દ લશ્કરની પલ્ટન પરથી રાખવામાં આવ્યો છે. આજે પણ શહેરના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં અસંખ્યો ભક્તો ભગવાન ભોલાનાથના દર્શન કરવા પધારે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પલ્ટન મહાદેવ મંદિર પર ભક્તોની વિશાળ ભીડ જામી રહી છે.
આ મંદિરની વિશેષતાની વાત કરવામાં આવે તો આ મંદિરમાં સ્થાપિત શિવલીંગને પાંચ મુખ છે. જેને પંચમુખી શિવલીંગ કહેવામાં આવે છે. જેના દર્શન કરીને ભક્તો તેમની મનોકામના પુરી કરે છે. બનાસકાંઠા ખાતે આવું પંચમુખી શિવલીંગ બીજે કયાંય જાેવા મળતું નથી.

Download Our B K News Today App



Related News