ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:18:18
  • Views : 277
  • Modified Date : 2021-09-10 14:18:18

     સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શૈક્ષણીક  વર્ષ ૨૦૨૧- ૨૨ માં પ્રથમ વર્ષ બી. એ. અને બી. કોમ.માં  પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રવેશોત્વ અને Orientation- અભિમુખતા કાર્યક્રમનું આયોજન કોલેજની એકેડેમિક અફેર્સ  કમિટી દ્વારા તા. ૦૯-૦૯-૨૦૨૧ નાં રોજ કેમ્પસ નિયામક શ્રી સી. એસ. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટય અને  પ્રાર્થનાથી કરવામી આવી હતી. કોલેજના કાર્યકારી આચાર્યશ્રી રાજુભાઈ રબારીએ વિદ્યાર્થીઓને આવકારી ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરક માર્ગદર્શન અને સુભેચ્છાઓ પાઠવી હતી. કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રો. કે. એમ. પટેલે સંસ્થાનો ઐતિહાસિક પરિચય  કરાવ્યો હતો.વિનયન વિદ્યાશાખા માટે  એકેડેમીક   એફર્સ કમિટીના  કો ઓર્ડીનેટર પ્રો. તેજસ આઝાદે  અને વાણિજય વિદ્યાશાખા માટે  પ્રો. કે. એમ. પટેલે સી. બી. સી. એસ. અંતર્ગત સેમિસ્ટર પદ્ધતિ અને આંતરિક તથા બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની  અભ્યાસ, અભ્યાસેતર , સહઅભ્યાસિક  પ્રવૃત્તિઓની અને કોલેજની ભૌતિક સુવિધાઓની સવિસ્તૃત માહિતી આપી હતી. પ્રો. ડૉ. ભાનુભાઇ પટેલે કોલેજના શૈક્ષણિક અને વહીવટી  સ્ટાફનો  ખૂબ જ સરસ પરિચય કરાવ્યો હતો.

પૂર્વ પ્રિન્સિપાલ અને વર્તમાન સમયમાં કેમ્પસ નિયામક તરીકે કાર્યરત શ્રી છગનભાઇ પટેલે    ઉચ્ચ શિક્ષણમાં  પદાર્પણ - તકો અને પડકારો  વિષય પર અત્યંત પ્રેરણાદાયી અને વિદ્વતાપૂર્ણ પ્રવચન દ્વારા વ્યક્તિગત , સામાજિક અને રાષ્ટ્રીય ઉદ્દેશ્યો તથા જવાબદાર નાગરિકની ભૂમિકા અને મહત્વ સમજાવ્યું હતું. વિનયન શાખાના વિદ્યાર્થીઓના કાર્યક્રમનું  સુચારુ સંચાલન એકેડેમીક અફેર્સ કમિટીના સભ્ય પ્રો. દિવ્યા પિલ્લાઈ અને પ્રો. ડૉ. મિત્તલ વેકરિયાએ અને વાણિજય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના કાર્યક્રમનું સંચાલન  પ્રો. ભાવનાબેન બોસમિયા અને પ્રો. જીનલ ટાંકે કર્યું હતું.  પ્રો. ડૉ. સંકેત પારેખે  વિનયન અને પ્રો. હરેશ ત્રિવેદીએ વાણિજય વિદ્યાશાખાના કાર્યક્રમની સમાપન આભારવિધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન કાર્યકારી આચાર્યશ્રી રાજુભાઈ રબારી અને પ્રો. તેજસ આઝાદના  માર્ગદર્શન હેઠળ એકેડેમીક  અફેર્સ  કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News