દિલ્હીની ઘટનાની તટસ્થ તપાસની માંગણી સાથે ડીસાના ખેડૂતોની ટ્રેકટર રેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 10:50:16
  • Views : 628
  • Modified Date : 2021-01-28 10:50:16

દિલ્હીમાં  ગણતંત્રના દિવસે ખેડૂત આંદોલનમાં ટ્રેકટર રેલીમાં લાલ કિલ્લા બનેલી ઘટના બાદ હવે તેની અસરો ગ્રામીણ વિસ્તારોમાં દેખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ બુધવારે ટ્રેક્ટર લઈ ગઈકાલે થયેલી ઘટનાની નિંદા મામલે આવેદનપત્ર નાયબ કલેકટરને સોંપી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રજાસત્તાક પર્વના દિવસે જ દિલ્હીમાં જે પ્રકારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો દેખાયા સમગ્ર દેશ માટે
ચોંકાવનારા હતા. ગઇકાલે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. તેમાં
પણ ખેડૂતોના નામે જે હિંસા થઈ છે તેને લઈને બનાસકાંઠાના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે પ્રકારે બંધારણના નિયમોને નેવે મૂકી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ની જગ્યાએ ખેડૂત સંગઠનોએ
પોતાના ધ્વજ ફરકાવ્યા તે ખરેખર દેશહિતમાં નથી. જેથી ખેડૂતોના નામે જે પ્રકારની હિંસા ફેલાવી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે તેવા તોફાની લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે. ડીસા તાલુકાના ખેડૂતો એકસાથે ટ્રેક્ટર રેલી નીકળી અને રસ્તામાં જે પણ ખેડૂતો મળ્યા તેમની સહી કરાવી સમર્થન મેળવ્યું. જે ખેડૂતોની આગેવાનીમાં હિંસા થઈ છે તે મામલે સરકાર તપાસ કરાવી હિંસા ફેલાવનાર અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે. જે મામલે નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News