જમીનમાંથી પ્રગટ થયેલા મહાદેવજી ડીસામાં ત્રણ હનુમાન મંદિરે બીરાજેલ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:50:43
  • Views : 502
  • Modified Date : 2020-07-29 11:50:43

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરોના અમારા માધ્યમથી તમને કોરોના વાયરસની મહામારીમાં દર્શન કરાવી રહ્યા છીએ. ત્યારે  અમે તમને ડીસામાં આવેલા ૫૦ વર્ષ જૂના મહાદેવજીના મંદિરના દર્શન કરાવીશુ.
બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલો છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા અનેક સાધુ-સંતો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી મંદિરોની સ્થાપના કરવામાં આવેલી છે. વર્ષો પહેલા અનેક કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણ વચ્ચે ભગવાન ભોળાનાથના મંદિરો સ્થપાયેલા છે. આજે પણ વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં
સ્થપાયેલા ભગવાન ભોળાનાથના મંદિરો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર માસ શ્રાવણ મહિનામાં દરેક મંદિરોમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના મંદિરના પુજારી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ડીસામાં ૫૦ વર્ષ પહેલા ત્રણ હનુમાન મંદિર ખાતે ભગવાન ભોળાનાથ જમીનમાંથી પ્રગટ થઈ અને એક શિવલિંગ રૂપે બહાર આવ્યા હતા અને અહીં રહેતા સાધુ સંતો દ્વારા આ જગ્યા પર તેમના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી આ જગ્યા પર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને આજુબાજુના ભક્તો દ્વારા દર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રિઝવવા માટે આ મંદિરે મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે અહીંયા ભગવાન ભોલેનાથની ભક્તિ કરવા માટે આવતા તમામ ભક્તો ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે. દર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવા હતા. ભક્તોની પૂજા હાલમાં મંદિરના પુજારી દ્વારા કરવામાં આવી રહી છે આ મંદિરે આવતા દરેક ભક્તોની ભગવાન ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરનો ઇતિહાસ ક્યાંકને ક્યાંક જોડાયેલો જોવા મળે છે. ત્યારે ડીસા ખાતે આવેલ ત્રણ હનુમાન મંદિરે ૫૦ વર્ષ પહેલા સ્થાપના થયેલ ભગવાન ભોલેનાથના મંદિરનો ઈતિહાસ પણ પૌરાણિક માનવામાં આવે છે આ મંદિરે આવતા ભક્તો જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન આ મંદિર અમે પૂજા અર્ચના કરવા માટે આવતા હતા. પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસના કારણે અમે લોકો આ મંદિરે પૂજા અર્ચના કરી શકતા નથી અને અમારી પૂજા મંદિરના પુજારી દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી ભગવાન ભોલેનાથ દૂર કરે તેવી પ્રાર્થના કરી હતી.
બીજી તરફ છેલ્લા ચાર વર્ષથી મંદિરના પૂજારીના
઼પુત્ર પણ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચનામાં જોડાયેલા છે અને ચાર વર્ષથી આ મંદિરે આવતા તમામ ભક્તો સાથે પૂજા સેવામાં જોડાયા છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે તેમના
પિતા દ્વારા પૂજા કરવામાં આવતા હાલ તેઓ તેમના પિતાની ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં મદદ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News