ડીસા યુવક સંઘ સંચાલિત ડી.જે.એન. મહેતા હાઇસ્કુલ જુના ડીસા દ્વારા માણેકપુરા ગામે એન.એસ.એસની ખાસ શિબિર યોજાઈ હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:26:22
  • Views : 193
  • Modified Date : 2022-04-07 11:26:22

આ સાપ્તાહિક ખાસ શિબિરદરમિયાન પ્રોગ્રામ ઓફીસર મહેન્દ્ર ભાઈ લીમ્બાચીયા તથા 25 સ્વયંસેવકો દ્વારા માણેકપુરા ગામ માં ગ્રામોન્નતિ  માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં વ્યસન મુક્તિ બાળ આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, સાક્ષરતા આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત , ડેરીઓ, ધાર્મિક સ્થળો, ગ્રામ જનો ની મુલાકાત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા ગામના મુખ્ય રસ્તાઓ ,મંદિર ,સમશાન ગૃહ ની સફાઈ હાથ ધરવામાં આવી હતી.. તેમજ તારીખ 1-4- 2022  ના રોજ શિબિરના સમાપન પ્રસંગે બ.કા.જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો. એન બી ચાવડા સાહેબ માણેકપુરા મુકામે પધાર્યા હતા , સાથે મુખ્ય મહેમાનોમાં ડી.જે.એન.મહેતા હાઇસ્કુલ જુનાડીસા ના આચાર્યશ્રી પી.વી મહેતા , માણેકપુરા ગામ ના સરપંચશ્રી ધુંખજી ઠાકોર,સરકારી મા. શાળા માણેકપુરા ના આચાર્યશ્રી અમીન કૂરેશી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વાઘાજી ઠાકોર, ડી.જે.એન.મહેતા હાઇસ્કુલ જુના. ના સુપરવાઇઝર શ્રી એસ.ડી ચેનવા, ગામના તલાટી, એસ.એમ.સી સભ્યો, માજી સરપંચ શ્રી ઓ ડેલીગેટ, ડી.જે.એન.મહેતા હાઈસ્કૂલનો સ્ટાફ, માણેકપુરા શાળા નો સ્ટાફ તેમજ ડેરીઓ નાં મંત્રીશ્રીઓ ગામના આગેવાનો, ગ્રામ જનો, અને શાળા ના બાળકો હાજર રહ્યા હતા, માનનીય બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ એન.એસ.એસ ની પ્રવૃત્તિઓને બિરદાવી ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગ્રામજનોને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવાનું આહવાન કર્યું હતું ત્યારબાદ માણેકપુરા ગામ ના ઉત્સાહી સરપંચ શ્રી ધુંખજી ઠાકોર ભોજન દાતા બન્યા હતા અને સૌને ભાવપૂર્વક ભોજન જમ્યાડ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મહેન્દ્રભાઈ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડી.જે એન મહેતા હાઇસ્કુલ જુના ડીસા ના આચાર્યશ્રી શ્રી પી.વી મહેતાએ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને સેવાકાર્યમાં સાથ સહકાર આપનાર સરપંચ શ્રી માણેકપુરા શાળા પરિવાર તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News