ડીસાના વંદના બંગ્લોઝમાં પરિવારના 2 સભ્યોને ડેન્ગ્યુ પોઝિટિવ,1ને શંકાસ્પદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 12:54:13
  • Views : 488
  • Modified Date : 2019-10-21 14:31:28

ડીસાના વંદના બગલોઝમાં એક જ પરિવારના 3 સભ્યો ડેન્ગ્યુના કેસમાં સપડાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે ડીસાના ખાનગી ડોક્ટરો છેલ્લા 10 દીવસથી રોજના ચારથી વધુ ડેન્ગ્યુના કેસ આવતા હોવાનું જણાવી રહ્યા છે.ડીસામાં વંદના બંગલોઝમાં રહેતા મુકેશભાઈ ગોમાજી સાંખલાના 14 વર્ષીય પુત્ર જૈમીનને દોઢ માસ અગાઉ ડેન્ગ્યુ થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે એક માસ બાદ મુકેશભાઈ સાંખલાને અચાનક તાવ આવતા તેઓ તત્કાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જેમનો રિપોર્ટ પણ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તેમના ઘરે રહેતા ભાણો માલગઢ ગામનો 11 વર્ષીય મિતકુમાર ચંદ્રકાંતભાઈ સાંખલાને પણ ડેન્ગ્યુના ભરડામાં સપડાતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઉપરાંત મુકેશભાઈની પુત્રી વિમાક્ષીને પણ ડેન્ગ્યુની શંકાસ્પદ અસર વર્તાતા તેને પણ સારવાર લેવી પડી હતી. જોકે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકરતા બાળકો, મહિલાઓ તેમજ વૃધ્ધો સહિત યુવાનો આરોગ્યને લઇ ચિંતામાં મુકાયા છે. આ અંગે ડો.ભરત કચ્છવાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા 10 દિવસથી ડેન્ગ્યુના પોઝિટિવના રોજના ચારથી વધુ કેસો ઉમેરાઇ રહ્યા છે. દરેક હોસ્પિટલોમાં આજ સ્થિતિ છે.’

Download Our B K News Today App



Related News