રાજ્યના સહુથી લાંબા એલિવેટેડ બ્રિજ બાદ ડીસાના મળશે વધુ એક બ્રિજ : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 13:22:24
  • Views : 488
  • Modified Date : 2021-12-16 13:22:24

 

બનાસકાંઠા જિલ્લામાથી પસાર થતી બનાસ નદી પર વર્ષ ૧૯૫૩માં બ્રિજ બનાવવાની શરૂઆત થઈ હતી અને બે વર્ષના સમયગાળામાં ૧૯૫૫માં બ્રિજનું કામ પૂરું થતાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.. કચ્છ બંદરથી ભારતને જોડતા માર્ગ પર તે સમયે બ્રિજ ખૂબ મહત્વનો બ્રિજ હતો અને કચ્છને ભારતથી બ્રિજ જોડતો હતો.. કારણ કે તે સમયે બનાસ નદી સજીવન હતી અને કચ્છમાં પ્રવેશ માટે બનાસ નદી પાર કરવી જરૂરી હતી. અને બ્રિજ બન્યા બાદ કચ્છ સાથે જોડાવવું સરળ બની ગયું હતું.. સુરક્ષાની દ્રષ્ટિએ પણ બ્રિજ એટલો મહત્વનો હતો.. કારણ કે ભારતની પાકિસ્તાન સાથેની આંતર રાષ્ટ્રીય સીમાને પણ બ્રિજ જોડતો હતો.. ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર ૨૭ને સમય જતાં ચાર માર્ગીય કરવામાં આવ્યો ત્યારે અહી નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું... અને બનાસ નદી પર વર્ષ ૨૦૦૮માં વધુ એક બ્રિજ બન્યો હતો.. પરંતુ બનાસ નદી પર જે સર્વ પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજની સમય મર્યાદા પૂરી થતાં અને નેશનલ હાઇવે ૨૭ પર વાહન વ્યવહાર વધતાં ત્રીજો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.. બ્રિજ બનાવવાની કામગીરી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના નિર્માણનું કામ ડીસાના વતની દિનેશચંદ્ર અગ્રવાલને સોંપવામાં આવ્યું છે. અત્યારે બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને બ્રિજ બનાવવા માટે સોઇલ ટેસ્ટની કામગીરી વડોદરાની કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.. બ્રિજ ૫૭૬ મીટર લાંબો બનશે અને ટુ લેન બ્રિજ બનશે.. બ્રિજ તૈયાર થયા બાદ જૂના બ્રિજને માત્ર હલકા વાહનો માટે રાખવામા આવશે.. જ્યારે આજુ બાજુના બંને બ્રિજને ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાશે.. અને બ્રિજની કામગીરી ૨૦૨૪ની શરૂઆતમાં પૂરી થઈ જશે. બ્રિજ બન્યા બાદ ડીસા બનાસ નદી પર સર્જાઈ રહેલા ટ્રાફિક જામમાથી વાહન ચાલકોને છુટકારો મળશે...

નેશનલ હાઇવે નંબર ૨૭ પર બનાસ નદીના બ્રિજ દેશની કનેક્ટિવિટી અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે અને નદી પર ત્રીજો બ્રિજ તૈયાર થતાં વાહન ચાલકોનો સમય બચવા ઉપરાંત વર્ષે અસખ્ય લોકો જે અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે તે મૃત્યુ દરમાં પણ મોટો ઘટાડો નોંધાશે..

 

Download Our B K News Today App



Related News